બિહાર: બિહારના કૈમુરની એક સગીર છોકરી સાથે લગ્ન કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, બે આરોપીઓમાંથી એક રાજસ્થાનનો અને એક ગુજરાતનો રહેવાસી છે. પોલીસની કાર્યવાહી બાદ બાળકીના માતા-પિતા બંને ભાગી ગયા હતા.
પોલીસે આ બાબતે કેસ નોંધ્યો છે અને બાળકીના માતા-પિતાની ધરપકડ કરવા માટે દરોડા પાડ્યા છે. આ કેસ બુધવારે મોડી સાંજે ભભૂઆ શહેરના વોર્ડ સાતનો છે. જ્યાં એક 15 વર્ષની સગીર છોકરીના લગ્ન 27 વર્ષના વ્યક્તિ સાથે થઇ રહ્યા હતા. આ લગ્ન વિશે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી અને સ્થળ પર પહોંચ્યા બાદ લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ યુવતીના પરિવારના સભ્યોને પોલીસના આગમનની જાણ થતાં જ તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. આરોપી છોકરાએ કહ્યું હતું કે, તેને ખબર ન હતી કે છોકરી સગીર છે.
કૈમુરના એસપી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, અહીં એક સગીર છોકરીના લગ્ન થઈ રહ્યા છે. તરત જ પોલીસે કાર્યવાહી કરી અને લગ્ન રોકવા માટે ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ લોકોની ધડપકડ કરી હતી જેમાંથી 2 ગુજરાત અને 1 રાજસ્થાનના રહેવાસી હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી સગીર હોવાથી તેના માતા -પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી છે. તેની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. બાળકનું નિવેદન કોર્ટમાં આપવામાં આવશે. કોર્ટના આદેશ બાદ યુવતીને ચાઈલ્ડલાઈન અથવા તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.