Surat-Mumbai: હીરાનગરી સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હીરાના વેપારને જાણે કે ગ્રહણ લાગ્યું હોઈ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડતા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે.ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે આગમાં જાણે કે ઘી હોમાણુ હોઈ તેવો ઘાટ સર્જાયો છે. કારણકે,બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાના મેસેજ વાઇરલ થયા પછી સુરત, મુંબઈના 150 જેટલા લેણદારો દોડતા થઈ ગયા છે. બેંગકોક અને હોંગકોંગમાં ઓફિસ ધરાવતા ઇટાલિયા અટક ધારી પેઢીના માલિકને દિવાળી અગાઉ ક્રેડિટ પર તૈયાર હીરા આપનાર સુરત-મુંબઈના(Surat-Mumbai) 150 હીરા વેપારીનો માલ ફસાયો હોવાની વિગત સામે આવી છે.
સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા
આ અંગે મળતી માહિતી મુજબ,ભારત, હોંગકોંગ, બેંગકોકનાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ભાગ લેતી આવી છે. પેઢીની શાખ સારી હોવાથી સુરત, મુંબઈની નાની મોટી કંપનીઓએ ક્રેડિટ પર માલ આપ્યો હતો. પેઢીએ સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા હતા. ત્યારે બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાનું હીરા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. જેને લઇ હીરાના વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતા.
લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી
લેણદારોએ કડક ઉઘરાણી શરૂ કરતા આ કંપનીએ 1.7 મિલિયન ડોલરનો માલ સ્ટોકમાં હોવાનું જણાવી, પંચ બેસાડવામાં આવ્યું હતું. આ કંપનીએ નાદારી સાબિત કરવા 1.7 મિલિયન અમેરિકન ડોલરનો માલ લેણદારોને આપી દીધો હતો. પણ કંપની પાસે લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી છે.
કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની
આ કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની છે. બેંગકોક, હોંગકોંગમાં આ કંપનીએ ઓફિસ બંધ કરી દીધી છે. લેણદારો પહોંચ્યો ત્યારે થાઇલેન્ડની આ કંપનીનો સ્ટોર ખાલી હતો. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગણી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube