155 ભારતીય કંપનીઓએ અમેરિકામાં આશરે 22 અબજ ડોલર (લગભગ રૂપિયા 1.6 લાખ કરોડ)નું રોકાણ કર્યું છે. અમેરિકામાં ભારતીય કંપનીઓએ કરેલા રોકાણથી 1.25 લાખ રોજગારી ઉભી થઈ છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. ઇન્ડિયન રુટ્સ, અમેરિકન સોઇલ 2020 નામના રિપોર્ટમાં જણાવાયું છે કે, સર્વેક્ષણ કરાયેલ 155 ભારતીય કંપનીઓ વોશિંગ્ટન DC અને પ્યુર્ટો રિકો સહિત અમેરિકાના તમામ 50 રાજ્યોમાં બીઝનેસ કરી રહી છે. ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યુ જર્સી, ન્યુ યોર્ક અને ફ્લોરિડા આ ભારતીય કંપનીઓમાં મોટી સંખ્યામાં અમેરિકન કર્મચારીઓ તેમાં કામ કરે છે. અમેરિકન સેનેટર જ્હોન કોર્નીન કહે છે કે, ભારતીય મૂળના અમેરિકનોએ અમેરિકાની સંસ્કૃતિ, અર્થતંત્ર અને વિજ્ઞાનમાં મોટો ફાળો આપ્યો છે. અમે તેમની મહેનત અને ઇનોવેશનનું સન્માન કરીએ છીએ. તેથી તમે આ સારું કાર્ય કરતા રહો.
ભારતીય કંપનીઓએ આ રાજ્યમાં સૌથી વધુ નોકરી આપી
રાજ્ય | રોજગારી |
ટેક્સાસ | 17,578 |
કેલિફોર્નિયા | 8,271 |
ન્યુ જર્સી | 8,057 |
ન્યુયોર્ક | 6,175 |
ફ્લોરિડા | 5,454 |
ભારતીય કંપનીઓએ આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ રોકાણ કર્યું
રાજ્ય | રોકાણ (ભારતીય રૂપિયામાં) |
ટેક્સાસ | 72 હજાર કરોડ |
ન્યુ જર્સી | 18 હજાર કરોડ |
ન્યુયોર્ક | 13 હજાર કરોડ |
ફ્લોરિડા | 6900 કરોડ |
મેસેચ્યુસેટ્સ | 6600 કરોડ |
અમેરિકામાં 100 મિલિયન ડોલરથી વધુનું રોકાણ
રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓએ અમેરિકાના 20 રાજ્યોમાં દરેકમાં 100 મિલિયન ડોલર અથવા રૂપિયા 750 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, 77% કંપનીઓ હવે વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેવી જ રીતે, 83% કંપનીઓ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક લોકોને વધુ નોકરી આપવાની યોજના બનાવી રહી છે.
ભારતીય કંપનીઓએ CSR પર લગભગ 175 મિલિયન ડોલર એટલે કે લગભગ 1300 કરોડ ખર્ચ કર્યા છે. તેવી જ રીતે R&D પાછળ 900 મિલિયન ડોલર (લગભગ રૂપિયા 6,800 કરોડ) ખર્ચ કર્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુના જણાવ્યા મુજબ, ભારતીય કંપનીઓ CSR હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરવા, વિશેષ સ્કિલ અને ટ્રેનિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે.
ભારતીય કંપનીઓ માટે અમેરિકાએ પ્રિય સ્થળ બની ગયું છે
અમેરિકાના વાણિજ્ય વિભાગમાં આંતરરાષ્ટ્રીય વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વેપારની દ્રષ્ટિએ સફળ અને ઈનોવેટિવ ભારતીય કંપનીઓ માટે અમેરિકા પસંદગીનું સ્થળ છે. બીજી તરફ અમેરિકા પણ આ કંપનીઓને આવકારવા તૈયાર છે. CIIના ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીના જણાવ્યા અનુસાર રિપોર્ટ દર્શાવે છે કે, અમેરિકા રોકાણની બાબતમાં ભારતીય કંપનીઓ માટે પસંદગીનું સ્થળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news