રાજ્યમાંથી અવારનવાર બાળકીઓને કચરાપેટીમાં ત્યજી દેવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જન્મતાંની સાથે જ ભલે સગી માતા જ બાળકીઓની દુશ્મન બની જતી હોય છે પરંતુ આ બાળકીઓને કોઈને કોઈનો આધાર મળી જતો હોય છે.
આવા સમયમાં સુરત શહેરમાં માનવતા મહેકી ઉઠે એવી એક ઘટના સામે આવી રહી છે કે, જેમાં અનાથાશ્રમ દ્વારા કચરાપેટીમાં ત્યજી દેવાયેલી બાળકીને ઉછેરીને 18 વર્ષ પછી તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ ઘટના ખુબ દિલચસ્પ છે.
અનાથાશ્રમ બન્યું પિયર, ટ્રસ્ટીઓએ કર્યું કન્યાદાન :
સુરતમાં આવેલ લંબે હનુમાન રોડ પરની એક કચરાપેટીમાંથી મળી આવેલ નવજાત બાળકી લક્ષ્મી સમાજની મુખ્ય ધારામાં જોડાવા માટે જઈ રહી છે. કતારગામનું અનાથાશ્રમ કે, જે બાળકીનું આશ્રય સ્થાન બન્યું હતું હાલમાં પિયર બની ગયું છે. જન્મતાંની સાથે જ ત્યજી દીધેલી બાળકી અહીં આવેલ લક્ષ્મી ગૃહની લક્ષ્મી બની ગઈ હતી. માતા-પિતા બનીને ટ્રસ્ટીઓએ કન્યાદાન કર્યું હતું તથા સ્ટાફ અને બાળાઓ પિયરીયા બન્યા હતા.
અનાથાશ્રમ દ્વારા 18 દીકરીઓનાં કરાવ્યા લગ્ન :
આ શુભ પ્રસંગ પર આશ્રમના ટ્રસ્ટી જણાવે છે કે, કતારગામમાં 120 વર્ષ પ્રાચીન મહાજન અનાથ બાળાશ્રમમાં આ રીતે અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 17 દીકરીઓનાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્મી 18મી દીકરી છે. આજથી 18 વર્ષ અગાઉ લંબે હનુમાન રોડ પરની કચરાપેટીમાંથી મળી આવેલ બાળકીને આશ્રમમાં લક્ષ્મી નામ આપવામાં આવ્યું હતું.
18 વર્ષની થતાની સાથે જ યોગ્ય વર શોધીને લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો અગાઉ ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી લક્ષ્મીને આશ્રમ લાવવામાં આવી હતી. આટલું જ નહીં તે આશ્રમની લાડકી દીકરીઓ પૈકીની એક છે. આની માટે ટ્રસ્ટીઓએ અરજી મંગાવીને દીકરીના ભવિષ્ય અંગે તકેદારી રાખીને અડાજણમાં કશ્યપ મહેતાને વર તરીકે પસંદ કર્યો છે.
આટલું જ નહીં લક્ષ્મીના સાસુ-સસરાનું જણાવવું છે કે, લક્ષ્મી એ વહુ નહીં પરંતુ દીકરી છે એમ માનીને પોતાના દીકરાની સાથે લગ્ન કરાવ્યા છે તેમજ ઘરે દીકરી લઈ જઈ રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, લક્ષ્મીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો.
લક્ષ્મી સ્પોર્ટસ તથા યોગા ક્ષેત્રમાં ખુબ હોશિયાર છે. આની સાથે જ કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી ગઈ છે. કશ્યપ મેહતા સંગીતના ક્લાસ ચલાવે છે. તેણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ચલાવી રહ્યો છે. તેના પિતા આ બાળાશ્રમમાં સેવા કરતા ત્યારે તેઓને લક્ષ્મીને જોઈ હતી.
હાલમાંલક્ષ્મી તથા કશ્યપના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય પરિવારમાં જેમ લગ્ન થાય છે તેમ જ ધામધૂમથી લક્ષ્મીના લગ્ન કરવામાં આવ્યા હતા. મહેદીથી લઈને વિદાય સુધીની બધી રીત-રીવાજ પ્રમાણે વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આશ્રમ દ્વારા કરિયાવરનો બધો સમાન પણ આપવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle