પશ્ચિમ બંગાળ રેલ દુર્ઘટના બાદ 19 ટ્રેનો રદ, કેટલીક ટ્રેનોના રૂટ કરાયા ચેન્જ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

જલપાઈગુડી રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો રદ કરવામાં આવી છે અને એટલી જ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ  માહિતી આપતા ભારતીય રેલ્વેએ જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે દુર્ઘટનાનો ભોગ બનેલી કંચનજંગા એક્સપ્રેસની (Kanchanjunga Express Train Accident Live Updates) છેલ્લી 4 બોગીને અસર થઈ છે. તેમના સિવાય અન્ય તમામ કોચ આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવ્યા છે.

ટ્રેન દુર્ઘટનાને કારણે કંચનજંગા (Kanchanjunga Express Train Accident) એક્સપ્રેસના ચાર ડબ્બા હજુ પણ પાટા પર છે અને પાછળથી ટ્રેનને ટક્કર મારતી માલગાડીના કેટલાય ડબ્બા બીજા પાટા પર પડી ગયા છે. જેના કારણે જલપાઈગુડી રેલ્વે સ્ટેશન નજીકના બંને રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ કારણોસર 19 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ ટ્રેનોને ન્યૂ જલપાઈગુડી, સિલીગુડી જંક્શનથી બાગડોગરા અને અલુબારી રોડ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

Image

આ ટ્રેનોના રૂટ બદલાયા છે

1. 19602 ન્યૂ જલપાઈગુડી – ઉદયપુર સિટી વીકલી એક્સપ્રેસ 17.06.
2. 20503 ડિબ્રુગઢ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 16.06.24.
3. 12423 ડિબ્રુગઢ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 16.06.24.
4. 01666 અગરતલા – રાણી કમલાપતિ સ્પેશિયલ ટ્રેન 16.06.24.
5. 12377 સિયાલદાહ – નવી અલીપુરદ્વાર પદિક એક્સપ્રેસ 16.06.24.

6. 06105 નાગરકોઇલ જં. – ડિબ્રુગઢ સ્પેશિયલ 14.06.24.
7. 20506 નવી દિલ્હી- ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ 16.06.24.
8. 12424 નવી દિલ્હી- ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ 16.06.24.
9. 22301 હાવડા- નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ તા. 17.06.24.
10. 12346 ગુવાહાટી- હાવડા સરાઈઘાટ એક્સપ્રેસ તા. 17.06.24.

11. 12505 કામાખ્યા- આનંદ વિહાર ઉત્તરપૂર્વ એક્સપ્રેસ તા. 17.06.24.
12. 12510 ગુવાહાટી-બેંગલુરુ એક્સપ્રેસ તા. 17.06.24.
13. 22302 નવી જલપાઈગુડી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તા. 17.06.24.
14. 15620 કામાખ્યા- ગયા એક્સપ્રેસ તા. 17.06.24.
15. 15962 ડિબ્રુગઢ- હાવડા કામરૂપ એક્સપ્રેસ તા. 17.06.24.

16. 15636 ગુવાહાટી- ઓખા એક્સપ્રેસ તા. 17.06.24.
17. 15930 નવી તિનસુકિયા- તાંબરમ એક્સપ્રેસ તા. 17.06.24.
18. 13148 બામનહાટ- સિયાલદાહ ઉત્તર બંગા એક્સપ્રેસ તા. 17.06.24.
19. 22504 દિબ્રુગઢ- કન્યાકુમારી એક્સપ્રેસ તા. 17.06.24.