મૃત્યુ બાદ એમ્બ્યુલન્સ ન મળતા પરિવાર દીકરીના મૃતદેહને ટુવ્હીલર ગાડીમાં લઇ જવા મજબુર

Uttar pradesh: યુપીના ફિરોઝાબાદમાં 19 વર્ષની એક યુવતી શ્વાસ લેવાની તકલીફના કારણે તડપી-તડપીને મૃત્યુ પામી. યુવતીના પિતા તેને ગંભીર હાલતમાં ટુવ્હીલર ગાડીમાં સરકારી ટ્રોમા સેન્ટર લઈ…

Uttar pradesh: યુપીના ફિરોઝાબાદમાં 19 વર્ષની એક યુવતી શ્વાસ લેવાની તકલીફના કારણે તડપી-તડપીને મૃત્યુ પામી. યુવતીના પિતા તેને ગંભીર હાલતમાં ટુવ્હીલર ગાડીમાં સરકારી ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સરકારી ટ્રોમા સેન્ટરમાં કોઈ ઓક્સિજન નહોતું, તેથી બાળકીને પ્રવેશ અપાયો ન હતો અને તેણીનું મોત નીપજ્યું હતું.

પિતાએ રડતા રડતાં કહ્યું કે, અહીં સારવાર મળતી નથી અને ઓક્સિજન નથી. પરંતુ ડોક્ટરોએ યુવતીને જોઇને તેને મૃત જાહેર કરી હતી અને ઘણી વાર કહેવા છતાં એમ્બ્યુલન્સ આપવામાં આવી ન હતી. આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે. ફિરોઝાબાદ ખાતેની સરકારી આરોગ્ય સેવાઓ હાલમાં શહેરનું એકમાત્ર ટ્રોમા સેન્ટર છે. જ્યાં હાલત ખુબ ખરાબ છે.

આ ઘટના ટુંડલાના જરોલી કલા ગામની છે. પીડિત શિવનારાયણની પુત્રીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીની કોવિડ ટેસ્ટ કરાયો ન હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એમ્બ્યુલન્સ બોલવામાં આવી હતી પરંતુ મળી ન હતી. આ પછી પિતા મોટરસાયકલ પર પુત્રી સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડોક્ટરે યુવતીની તપાસ કરી અને પિતાને કહ્યું કે, અહીં કોઈ ઓક્સિજન નથી. આ દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું અને પિતા ઘટના સ્થળે જ રડ્યા હતા. પિતાએ કહ્યું કે, તેમની પુત્રીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અહીં લાવ્યા અને જોયું કે, ઓક્સિજન નથી અથવા કોઈ સાંભળનાર નથી. જેના કારણે તેની પુત્રીનું મોત નીપજ્યું હતું.(Uttar pradesh)

નિયમો અનુસાર, મૃતદેહને એમ્બ્યુલન્સ અથવા સરકારી ગાડી દ્વારા સ્મશાન સુધી મોકલવામાં આવે છે. પરંતુ સરકારી ટ્રોમા સેન્ટરમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારબાદ ફરજ પડી પિતાએ પુત્રીનો મૃતદેહ મોટરસાઇકલ પર ઘરે લઈ જવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *