સુરત(Surat): શહેરના 19 યુવાનો મહંતસ્વામી મહારાજના હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરવાના છે. જ્યારે 7મી અને 9મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતીના દિવસે સુરતના 19 સહિત વિશ્વના 109 જેટલા યુવાનો દીક્ષા ગ્રહણ કરશે.
સુરતમાં જે યુવાનો દીક્ષા ગ્રહણ કરવાના છે તેમાં 15 યુવાનો ગ્રેજ્યુએટ, એક યુવાન માતા- પિતાના એકના એક તથા માતા-પિતાના બે દીકરા અને તે બન્ને સાધુતાના માર્ગે જઈ રહ્યા છે. ત્યાગાશ્રમ માટે સુરતના 19 યુવાનોનો રવિવારના રોજ વિદાય સમારંભ યોજાયો હતો. BAPS સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજના 100મા જન્મજયંતી મહોત્સવે વડોદરાના ચાણસદ ગામમાં તેમના જન્મ સ્થળે સુરતના 19 સહિત વિશ્વના 109 યુવાનો દીક્ષા ગ્રહણ કરી સાધુતાના માર્ગે જશે. વડોદરાના ચાણસદમાં પ્રગટેલા પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી 7મી ડિસેમ્બરના રોજ છે.
યુગ વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી વર્ષે અનેક યુવાનો ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરશે:
હાલમાં BAPS સંસ્થામાં 1200 સંતોમાંથી 450 તો એન્જિનિય૨ સંતો છે અને મા- બાપના એકના એક સંતાન હોય તેવા 250 જેટલા સંતો છે. મહંતસ્વામી મહારાજના વરદહસ્તે સુરતના યુવાનોમાંથી 15 યુવાનો ગ્રેજ્યુએટ, એક યુવાન માતા- પિતાના એકના એક તથા માતા-પિતાના બે દીકરા અને તે બન્ને સાધુ થવા માટે જઈ રહ્યા છે. આ તમામ યુવાનોને તેઓના સ્વજનોએ રાજીખુશીથી રજા આપીને BAPS સ્વામિનારાયણ સંસ્થાને સમર્પિત કર્યા છે. 28મી નવેમ્બર અને રવિવારની સાંજે અડાજણ મંદિરે હજારો ભક્તોની હાજરીમાં આ યુવાનોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામી તથા કોઠારી પૂજય ઉત્તમપ્રકાશ સ્વામી અને 50થી વધારે સંતોની હાજરીમાં આ યુવાનોને એક નાના ઘરમાંથી મોટા ઘરમાં ત્યાગના પંથે પ્રયાણ કરાવ્યું હતું. જ્યારે ત્યાગાશ્રમમાં જવાની રાજીખુશીથી રજા આપનાર તેઓના માતા-પિતાનું હજારો ભક્તોની વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું. આ યુવાનોની ઘર સંસારનો ત્યાગ અને ખુમારી જોઈને હજારો ભક્તો નતમસ્તક થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.