પેટ્રોલ અને દુધના ભાવમાં વધારો થતા દેશની સામાન્ય જનતા માટે યાત્રા કરવા માટેનું સરળ અને સસ્તું માધ્યમ રેલ્વે પણ નફાખોરી તરફ વળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેનું ખાનગીકરણને એક મોકળો માર્ગ આપવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં 197 જેટલી ટ્રેનોનું ખાનગીકરણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ‘ ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવાના પાયલેટના પ્રોજેક્ટ બાદ સરકાર હવે 197 ખાનગી ટ્રેનોના ઓપરેટરોને આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે. આ 197 ખાનગી ટ્રેનોમાંથી 50 જેટલી ખાનગી ટ્રેન વેસ્ટર્ન રેલ્વેની પણ છે. આ 197 ટ્રેનો માટે કરોડો રૂપિયાનું ટેન્ડર ભરીને જયારે ખાનગી ઓપરેટરો ટ્રેન ચલાવશે ત્યારે સ્વાભાવિક છે કે મોટી નફાખોરી થશે અને તેમનું ભારણ અને મુશ્કેલીઓ મુસાફરી કરતી સામાન્ય જનતા પર જ પડશે.
આ સાથે રેલ્વે મંત્રાલય દ્વારા રેલ્વે પ્લેટફોર્મ પર આપવામાં આવતી ટીકીટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રેલ્વે પ્લેટફોર્મ ટીકીટનો ભાવ 10 રૂપિયા છે જેમાં વધારો કરીને 50 રૂપિયા કરી દેવામાં આવશે. જેનો અમલ થોડા જ સમયમાં કરવામાં આવશે.
જયારે એ.સી. ક્લાસમાં મુસાફરોને આપવામાં આવતા તકિયા, બ્લેન્કેટ અને ભોજન તથા પાણીની બોટલની સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવશે. આ તમામ સુવિધાઓનો ચાર્જ રેલ્વેની ટીકીટમાં વસુલ કરવામાં આવતો હતો. સુવિધાઓ બંધ કરી દીધી છે પરંતુ ટીકીટના ભાવ જે હતા તે જ યથાવત રાખવામાં આવ્યા છે, ના તો તેમાં ઘટાડો કર્યો છે કે ના તો તેમાં વધારો કરવામાં આવ્યો છે. સુવિધાઓ બંધ કરવી એ મુસાફરો સાથે અન્યાય થઇ રહ્યો છે.
કોરોનાની મહામારી દરમિયાન રેલ્વે દ્વારા જે ટ્રેનો ચલાવવામાં આવતી તે ત્રેન્નોમાં પણ રેલવેને રાહત આપવાને બદલે નફાખોરી કરી અને સ્પેશીયલ ટ્રેન ત્રેઈકે દરરોજની ટ્રેનો દોડાવીને તેના ભાડામાં 15 થી 30% જેટલો વધારો કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.