અમેરિકામાં પણ ભારતની જેમ લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ અનેક પ્રાંતોમાં સલૂન ખોલવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જો કે અમેરિકાના મિસૌરીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે સલૂન વર્કર્સથી 140 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ ગયું છે. આ બંને કોરોનાના લક્ષણ દેખાતા હોવા છતાં ગત 8 દિવસથી સતત કામ કરી રહ્યાં હતાં અને આ દરમિયાન તેમના દ્વારા 140 લોકો સંક્રમિત થઇ ગયાં.
એક અહેવાલ મુજબ, સ્પ્રિંગફીલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે શનિવારે જણાવ્યું કે સલૂનમાં કામ કરતા બે એવા હેરસ્ટાઇલિસ્ટ વિશે જાણવા મળ્યું છે જેના પગલે 140 અન્ય લોકો સંક્રમિત થઇ ગયાં છે. ગ્રેટ ક્લિપ્સ નામના આ સલૂનમાં કામ કરી રહેલા બે કર્મચારી કોરોના સંક્રમિત હતા. તેમાંથી એકે 56 ગ્રાહકોને અને અન્ય એકે 84 ગ્રાહકો તેમજ સલૂનમાં જ 7 કર્મચારીઓને સંક્રમિત કર્યા છે.
આ બંને પર આરોપ છે કે કોરોનાના લક્ષણો હોવા છતાં તેઓ કામ પર આવતાં હતાં અને સાથે જ તેમણે કોઇ સાવચેતી પણ ન રાખી. જણાવી દઇએ કે મિસૌરીમાં 4મેથી સલૂન ખુલી ગયાં હતા. અહીં કોરોનાના અત્યાર સુધી 11 હજાર 752 કેસ સામે આવ્યાં છે અને 676ના સંક્રમણના કારણે મોત નિપજ્યાં છે. મિસૌરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા માઇક પાર્સન ગવર્નર છે.
આ ઉપરાંત અમેરિકામાં પાસ્તા બનાવતી એક કંપનીએ સ્પોકેન શહેરમાં સ્થિત પોતાની ફેક્ટરીમાં કોરોના વાયરસ ફેલાવાની ઘોષણા કરી છે. આ ખબર એવા સમયે આવી છે જ્યારે અમેરિકન સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની તૈયારી કરી છે. એક અહેવાલ અનુસાર ફિલાડેલ્ફિયા મેક્રોની કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે તેના 72 કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો અને 24 કર્મી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news