ધરમપુર પાસેથી પાણીના જારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં 2 બુટલેગરો ઝડપાયા

Ankeshwar Liquor Smuggling News: દિવસેને દિવસે દારૂની હેરાફેરી વધતી જોવા મળે છે. એવું લાગે છે જાણે ગુજરાતમાં દારૂની બંધી માત્ર ચોપડા સુધી જ છે. આ વચ્ચે ફરી એકવાર વલસાડ સીટી પોલીસની ટીમને ધરમપુર ચોકડી પાસે અંકેશ્વર તરફ જતા એક ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાં પાણીના(Ankeshwar Liquor Smuggling) જારની આડમાં અંકલેશ્વર લઈ જવાતો 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ SP.ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લામાં આવેલા તમામ પોલીસ મથક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સૂચના આપી હતી.

159 પાણીની બોટલમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જે સૂચનાના આધારે વલસાડ સીટી પોલીસના PI ડી ડી પરમારના નેતૃત્વમાં વલસાડ સીટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન એક ટેમ્પોમાં પાણીના જારની આડમાં વિદેશી દારૂનો જથ્થો જઈને ટેમ્પો ચાલક અંકલેશ્વર તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.

ટેમ્પોમાં ઝડપાયેલી 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાણીના જારની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચાલક વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ટેમ્પો ચાલક વલસાડ હાઇવે થઈને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી.

વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પમાં કુલ 65 પાણીના જાર પૈકી 7 જારમાંથી કુલ 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.