ઓસ્ટ્રેલિયા (Australia)ના ક્વીન્સલેન્ડ (Queensland)માં બે હેલિકોપ્ટર(Helicopter) હવામાં જોરદાર ટકરાયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Australia: At least 4 killed in mid-air collision between two helicopters near Seaworld on Gold Coast.#GoldCoast #HelicopterCrash pic.twitter.com/aywIiRIGpN
— Annu Kaushik (@AnnuKaushik253) January 2, 2023
ક્વીન્સલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગોલ્ડ કોસ્ટ પર સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ સી વર્લ્ડ રિસોર્ટ પાસે થયો હતો. ગેરીએ જણાવ્યું કે જ્યારે એક Helicopter લેન્ડિંગની પ્રક્રિયામાં હતું, ત્યારે બીજું ટેકઓફ કરી રહ્યું હતું. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે દુર્ઘટના બાદ એક Helicopter સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું, જ્યારે અન્ય એક દુર્ઘટના બાદ તરત જ ક્રેશ થઈ ગયું.
Two Eurocopter EC 130B4 helicopters operating for Sea World Helicopters collide midair on Australia’s Gold Coast. Four people have been killed and several others are in a critical condition. https://t.co/CSA8VlIbhG pic.twitter.com/zOVJqivOAM
— Breaking Aviation News & Videos (@aviationbrk) January 2, 2023
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો Helicopter માં સવાર હતા. દુર્ઘટના બાદ સુરક્ષિત લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરનો કાચ તૂટી ગયો હતો અને તેમાં બેઠેલા લોકો પર અથડાયો હતો, ત્યારબાદ ઘણા મુસાફરોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
દુર્ઘટના બાદ તરત જ હાજર લોકોએ તાત્કાલિક અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર જેટ સ્કી અને બોટની મદદથી ઘાયલોને પહોંચીને કિનારે લાવવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાનું દરિયાઈ રિસોર્ટ જેની નજીક આ દુર્ઘટના થઈ છે તે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.