અમદાવાદમાં ગત રાત્રે વાવાઝોડુ અનુભવાયું હતું. ચારેય તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તેની મોટી અસર જોવા મળી હતી. દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પણ વાવાઝોડું અનુભવાયુ હતું. ધૂળની ડમરીઓ ઉડતા ગઈકાલે રાતે અમદાવાદમાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ભારે પવન ફૂંકાતા અનેક ઠેકાણે નુકસાન થયેલુ જોવા મળ્યું. કોરોના ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમ પણ જમીનદોસ્ત થયા હતા.
હવામાન વિભાગે કરેલી આગાહી આનુસાર, આજે રવિવારે સવારે અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં નાનું વરસાદી ઝાપટું પડ્યું હતું. તો ગઇકાલે કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સાથે અમરેલી, જામનગર, જેતપુર, અંબાજીમાં પણ માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
શનિવારે રાપર, ભચાઉ અને ભુજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ક્યાંક કરા પણ પડ્યા હતા. બપોર બાદ કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા હતા. આ ઉપરાંત સૂસવાટાભેર પવનની સાથે વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના બન્ની વિસ્તાર, રાપર અને ભચાઉ તાલુકામાં માવઠાથી અડધાથી દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો.
બપોરે ગાજવીજ સાથે 1થી દોઢ ઇંચ વરસાદ પડતા શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. ઢોરીમાં પણ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, ઉગમણી બન્નીના લાખોબો, બેરડો, રૈયાડો, ઉમેદપર સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને તોફાની પવન સાથે અડધો કલાક સુધી માવઠું થયું હતું. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.
રાપરમાં ભારે ઉકળાટ બાદ બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. માલી ચોક, સલારી નાકા, આથમણા નાકા વિસ્તારમા પાણી વહી નીકળ્યા હતાં. બજાર સમિતિ અને ખેતરોમા તૈયાર પાકમા નુકસાનીની ભીતિ ખેડૂતો અને વેપારીઓએ વ્યક્ત કરી હતી. પાવર પટ્ટીના નિરોણા, ઓરીરા, હરીપુરા ગામે છાંટા પડ્યા હતા. આ સાથે ભચાઉ તાલુકાના ચોબારીમાં સાંજે ચાર વાગ્યે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો
અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા આ અસર થઈ રહી છે. તો ગઈકાલે રાત્રે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગરમાં 30થી 40 કિ.મી ની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે બનાસકાંઠા-પાટણ-ડાંગ-વલસાડ-નવસારી-રાજકોટ-અમરેલી-જુનાગઢ-કચ્છ, સોમવારે કચ્છ-રાજકોટ-અમરેલી-જુનાગઢ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, મંગલવારે બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-અમરેલી-જુનાગઢ-ભાવનગર-કચ્છમાં વરસાદની સંભાવના રહેલી છે.
ગતરોજ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના યેવલા- મનમાડ હાઈવે પર અનકાઈમાં વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલા ગંભીર ઈજા પામી હતી. આ ઘટના આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર, અનકાઈના વિજાપૂર ફાટા પાસે આજે અચાનક ગડગડાટ સાથે વરસાદ પડવા માંડતા અહીંથી બાઈક પર પસાર થતા બે જણ અહીં આવેલ એક ઝાડ નીચે બાંધેલ શેડમાં જઈને ઉભા હતા.
આ સમયે અન્ય લોકો પણ અચાનક પડેલા વરસાદથી બચવા અહીં આવ્યા હતા. બરાબર ત્યારે જ શેડ પર વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિજળી પડતા એક મહિલા પણ ગંભીર રીતે ઈજા પામી હતી. આ ઘટના બાદ અહીં હાજર એક સમાજસેવક અને ડોક્ટરે તરત જે એમ્બ્યુલન્સ બોલાવી. આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામ રમેશ સંજય ગાઢે (૪૫) અને હરપાલ સિંગ બચ્ચનસિંગ (૩૦) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં વિજળી પડતા ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું નામ જાણી શકાયું નહોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.