હાલ ગ્વાલિયર (Gwalior) માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ગ્વાલિયરમાં એક સાસુએ 2 મહિનાના પૌત્ર અને વહુને સળગાવી જીવતા સળગાવી દીધા હતા. જેના કારણે મહિલા બાળકને લઈને પોતાના પુત્રને તેડીને જીવ બચાવવા રસ્તા ઉપર ભાગી રહી હતી. તેમ છતાં પણ બન્ને જણા ગંભીર રીતે દાઝી ગયા છે. જેને પગલે પોલીસે સાસુ અને પતિ સામે હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના આ ઘટના ઉપનગર મુરારના સત્યનારાયણ સંતર વિસ્તારની છે. મહિલ પોતાના પુત્રને લઈને સાસુ પાસે ખર્ચ માગવા ગઈ હતી, આ દરમિયાન સાસુએ પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. જેના કારણે તે 90% દાઝી ગઈ હતી. ત્યારબાદ સસરાવાળાએ તેમને હોસ્પિટલમાં દાખલ કરીને ભાગી ગયા હતા. ઘાયલ મહિલા કરિશ્માએ પોતાની સાસુ ઉપર આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
જાણવા મળ્યું છે કે, 2 વર્ષ પહેલા જ કરિશ્માએ વાસુ શિવહરેની સાથે લવ મેરેજ કર્યા હતા. કરિશ્મા મુસ્લિમ પરિવારમાંથી હોવાને કારણે બન્નેના પરિવારજનો લગ્ન માટે રાજી નહોતા. તેમજ સસરાવાળાને પણ ન ગમતું હોવાને કારણે કરિશ્મા અને તેનો પતિ ઘરની નજીક જ ભાડાના મકાનમાં રહેતા હતા. આ દરમિયાન 2 મહિના પહેલાં જ કરિશ્માએ પુત્રને જન્મ આપ્યો હતો.
ત્યાર કરિશ્માએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિ વાસુએ ઘર ઉપર પૈસા આપવાનું બંધ કરી દીધુ હતુ. તેના કારણે તે સરખી રીતે પુત્રનું પાલન પોષણ કરી શક્તી નહોતી. ગુરુવારે સાંજે તે સાસુ પાસે પતિને લઈને મદદ માગવા ગઈ હતી. જ્યારે તે ખર્ચના પૈસા માગ્યા તો સાસુ નારાજ થઈ હતી.
પતિની સામે જ સાસુએ સળગાવી
આ દરમિયાન સાસુએ પતિની સામે જ પેટ્રોલ નાખીને તેને સળગાવી હતી. પતિ પાસે જ ઊભો હતો. તેણે પોતાની માતાને રોકી નહોતી. અને ન તો તેને બચાવવાની કોશિશ કરી હતી. તેથી મહિલાનો આરોપ છે કે પતિ અને સાસુએ આ ઘટનાનું કાવતરું ઘડ્યું હતું. હાલ તો હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.