દાળના ભાવમાં 20 ટકાનો વધારો, ગરીબો બોલ્યા “મહેંગાઈ ડાયન ખાયે જાત હૈ” 

Increase in price of dal: દાળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમ છતાંય તુવેર દાળ સસ્તી…

Increase in price of dal: દાળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમ છતાંય તુવેર દાળ સસ્તી થવાને બદલે વધારે મોંઘી થઈ રહી છે. તુવેર દાળના ભાવમાં છેલ્લા બે મહિનામાં રૂપિયા 30 થી રૂપિયા 40નો વધારો થયો છે. હવે એક કિલો તુવેર દાળનો ભાવ રૂપિયા 160થી વધીને રૂપિયા 170 થયો છે. ત્યારે આવી સ્થિતિમાં સામાન્ય લોકોની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર દેશમાં તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તુવેર દાળના સ્થાનિક ઉત્પાદનમાં 7.90 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022-23 માટેના ત્રીજા એડવાન્સ અંદાજ અનુસાર દેશમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 34.30 લાખ ટન થઈ ગયું છે.

ત્યારે જો વાત તેના લક્ષ્યાંકની કરવામાં આવે તો 45.50 લાખ ટન રાખવામાં આવ્યો હતો. તુવેરનું ઉત્પાદન વર્ષ 2021-22માં 42.20 લાખ ટન નોંધાયું હતું, ત્યારે આવી સ્થિતિમાં સરકારે પાક સીઝન વર્ષ 2022-23 માટે તુવેર દાળના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મૂક્યો હતો પરંતુ તેવી કઈ જ થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર કઠોળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે ઘણા મોટા પગલાઓ પણ લીધા છે, કેન્દ્ર સરકારે કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરી છે આ સાથે જ કેન્દ્ર સરકારે 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો પણ નિર્ણય કર્યો છે. સરકારે આ સિવાય આયાત ડ્યૂટી પણ હટાવી દીધી છે. ત્યારે કઠોળના સ્ટોક પર નજર રાખવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આપનો દેશ ભારત દાળના મામલે આત્મનિર્ભર નથી અને તેથી જ માગને પહોંચી વળવા ભારત દર વર્ષે અન્ય દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની કઠોળની આયાત કરે છે. મળેલી માહિતી અનુસાર વર્ષ 2020-21માં વિદેશમાંથી ભારતે 24.66 લાખ ટન કઠોળની આયાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *