આ વ્યક્તિને બોયફ્રેન્ડ બનાવવા 20 હજાર જેટલી યુવતીઓ છે લાઈનમાં- જાણો ચોંકાવનારુ કારણ

તમે સામન્ય રીતે જાણતા હશો કે આજના દરેક યુવકને એક-એક ગર્લફ્રેન્ડતો હોય જ છે. કોઈ યુવકતો એક થી સંતોષ કારક ના હોય તો બે-બે ગર્લફ્રેન્ડ પણ રાખે. પણ એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિને સોના પર સુહાગા જેવી વાત થઇ છે.

તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિની 20 હજાર ગર્લફ્રેન્ડ હોય? જાપાન દેશના ફેશન ટાઈકુન અને 18માં સૌથી પૈસાદાર વ્યક્તિ યુસાકુ માએજાવા ચાંદની સફર કરવા માટે એક ગર્લફ્રેન્ડની શોધ કરી રહ્યા છે. તેમણે 12 જાન્યુઆરીના દિવસે ઓનલાઈન ઓપન એપ્લીકેશન જાહેર કરી છે. જેમાં તેમની ગર્લફ્રેન્ડ બનાવા માટે આત્યાર સુધીમાં 20 હજારથી વધારે આવેદન આવી ચુક્યા છે.

જાપાનના ફેશન ટાઈકુન કહેવાતા યુસાકુ માએજાવાની સાથે ચાંદની સેર પર જવા માટે 20 હજાર ગર્લફ્રેન્ડ તૈયાર થઈ છે. જણાવી દઈએ કે, 2023માં એલન મસ્કના પ્રોજેક્ટ (SpaceX) ની પ્રથમ સ્પેસ ફ્લાઈટ માટે યુસાકુને એક મહિલા સાથીની શોધ છે. કારણ કે, હાલમાં જ તેમણે જાપાની અભિનેત્રી સાથે પોતાના બ્રેકઅપની જાહેરાત કરી છે.

યુસાકુ પહેલા એવા વ્યક્તિ છે જે સ્ટારશિપ રોકેટમાં ચંદ્રની નજીક યાત્રા કરશે. જો કે, આ પ્રથમ વખત નથી કે, તેમણે આ પ્રકારની ઘોષણા કરી છે. આ પહેલા પણ તેમણે એક સામાજિક પ્રયોગ કરવા માટે 90 લાખ ડોલરની રકમ પોતાના એક હજાર ફોલોવર્સને આપવાની જાહેરાત કરી ચર્ચામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યુસાકુ માએજાવાએ 2004માં એક ફેશન વેબસાઈટ Zozotown લોન્ચ કરી હતી. જો કે, છેલ્લા વર્ષે જ તેમણે પોતાની ઓનલાઈન ફેશન કંપનીનો 30 ટકા ભાગ વેંચી CEO ના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ પગલું ભરવા પાછળનું કારણ તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં મૂન ફ્લાઈટની સફર પર જવા માટે તેમણે રાજીનામું આપ્યું હતું.

હાલના સમયમાં યુસાકુ માએજાવાની ઉંમર 44 વર્ષ છે, પરંતુ તેમણે પોતાની પાર્ટનર બનવા માટે એક જરૂરી શરત રાખી છે કે, છોકરી 20 વર્ષથી વધારે ઉંમરની હોવી જોઈએ, તેઓ માત્ર સિંગલ મહિલાઓના આવેદનનો સ્વિકાર કરી રહ્યા છે. સાથે જે મહિલાએ ખુલીને જીંદગીનો આનંદ લેવો હોય અને સ્પેસ ટ્રાવેલમાં પણ તેમને રસ હોય. જો કે, યુસાકુ પોતાની સાથે જવા માટે અન્ય લોકોને પણ આમંત્રિત કરશે, પરંતુ એખ સીટ તેમણે પોતાની પાર્ટનર માટે રીઝર્વ રાખી છે. ઉલ્લેખનીય છે કે, માએજાવા આ વર્ષના માર્ચ મહીના સુધીમાં ગર્લફ્રેન્ડની પસંદગી કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *