Banaskantha youth death by heart attack: પાછલા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી ગયાં છે. હાલ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરમાં એક 20 વર્ષીય વિદ્યાર્થીને કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. હાલ, યુવકનો (Banaskantha youth death by heart attack) પરિવાર શોકમાં છે. કોલેજમાં જ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો.
અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટાકરવાડા ગામનો યુવાન નિકુલ પાલનપુરની જી ડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. નિકુલ સવારે કોલેજમાં અભ્યાસ માટે પહોંચ્યો, ત્યાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. આ સ્થિતિને નિકુલ અને તેના સહાધ્યાયીઓ વધુ કંઈ સમજે તે પહેલા યુવાન બેભાન થઈ ગયો હતો.
હાર્ટએટેકના કારણે થયું મોત
નિકુલ બેભાન થઈ ઢળી પડતાં જ વિદ્યાર્થીઓએ કોલેજના અધિકારીઓને જાણ કરી. કોલેજ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને નિકુલને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલના તબીબે 20 વર્ષીય યુવાન નિકુલની ચકાસણી કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો. યુવાનનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જાહેર કર્યું. નિકુલ ખાડેડીયા કોલેજમાં બેભાન થયા બાદ હોસ્પિટલ લઈ જતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા તેના પરીવારને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ નિકુલનો પરીવાર હોસ્પિટલ પંહોચે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો. હોસ્પિટલ પંહોચ્યા બાદ પરીવારને આ સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડ્યું. વ્હાલસોયો દીકરો ગુમાવતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App