મારી પત્ની પર 200 માણસો ચડી ગયા, કપડાં પણ ચોરાઈ ગયા: મહાકુંભમાં શ્રદ્ધાળુએ જણાવી આપવીતી

Mahakumbh Stampede Tragedy: મહારાષ્ટ્રથી મહાકુંભમાં મૌની અમાવસ્યામાં સ્નાન માટે પહોંચાયેલા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રથી આવ્યા છીએ. મારી પત્ની પર 200 માણસો (Mahakumbh Stampede Tragedy) ચડી ગયા હતા. તેઓ કપડા કાઢીને સ્નાન કરી રહ્યા હતા. અમારા કપડા અને પૈસા બધું જ ચોરાઈ ગયું છે. અડધો કલાક સુધી પોલીસ હાજર ન રહી હતી. અમે મરતા મરતા બચ્ચા છીએ. અમારા પૈસા અને કપડાં બધું જ ચોરાઈ ગયું છે હવે અમે પાછા અમારા ઘરે કઈ રીતે જઈશું?

તેઓએ જણાવ્યું હતું કે અમે પોલીસ પાસે મદદ માંગી હતી. પોલીસે વળતા જવાબમાં અમને એવું કહ્યું કે કપડા પહેર્યા નથી તો શું થઈ ગયું. એ બધું તો અહીંયા ચાલતું જ રહેશે. સાથે સાથે તેમણે મુખ્યમંત્રી યોગ્ય નાથનું નામ લઈને કહ્યું કે શું અમને અહીંયા મરવા માટે બોલાવવામાં આવ્યા છે. યોગી શું આવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી સામાન્ય લોકોના જીવ જતા રહે. અમારા મનમાં યોગી આદિત્યનાથ પ્રત્યે ખૂબ માન હતું, પરંતુ આ બધું જોયા બાદ અમને એવું લાગી રહ્યું છે કે યોગી આદિત્યનાથ એકદમ હરામખોર માણસ છે. નફફટ છે.

સાધુ સન્યાથી જેવા ગુણ કેળવ પહેલા, પછી માઇકમાં આવીને બધી ફાંકા ફોજદારી કરજે. લોકોને મારવા માટે બોલાવ્યા છે અહીંયા? લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે અને સામાન્ય લોકોને મરવા માટે છોડી દે છે. યોગી સરકારે નારી લોકોને નગ્ન કર્યા છે.

વધુમાં એક મહિલાએ વાત કરતા જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી સપોર્ટર છું. હું આરએસએસની કાર્યકર્તા છું. પરંતુ આજે મારી આવી હાલત થઈ છે. જો સરકાર પાસે પૂરતી વ્યવસ્થા ન હોય તો તેમણે આવા મેળાનું આયોજન ન કરવું જોઈએ. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારી બહેન આખી નગ્ન થઈ ગઈ હતી. યોગીજી જે મારી બહેનના અંગો જાહેરમાં દેખાયા છે શું તમે તેને ઢાંકવા માટે આગળ આવશો? મહિલાઓની ઈજ્જત જાહેરમાં ઉતરી ગઈ છે. શું તમે આ ઈજ્જત તેમને પાછી આપી શકશો?

મહિલા આગળ વીડિયોમાં બતાવે છે કે જમીન પર કેટલી મહિલાઓની સાડીઓ અને કપડાઓ નીકળાયેલા પડ્યા છે. ચોરી પણ થઈ રહી છે. લોકોના ચપ્પલ બુટ જ્યાં ત્યાં પડ્યા છે. લોકો બચવા માટે ચેન્જિંગ રૂમની ઉપર ચડી ગયા છે.

કોઈને કોઈના બાળકો, માતા, પિતા, ભાઈ, બહેન ખોવાઈ ગયા છે. લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને એ પણ ખબર નથી પડી રહી કે ક્યાંથી અંદર આવવાનું છે અને ક્યાંથી બહાર જવાનું છે. એ બાબતની જાણકારી પણ આપવામાં નથી આવતી કે ક્યાંથી બહાર જવું અને ક્યાંથી અંદર આવવું. કોઈપણ પ્રકારની જાહેરાતો ચાલુ કરવામાં આવી નથી. કોઈપણ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવેલા નથી.

લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે સરકાર મહેરબાની કરી અમારી મદદ માટે આગળ આવે. પહેલાના જમાનામાં જ્યારે કુંભ મેળો થતો હતો ત્યારે લોકો ખોવાઈ જતા હતા અને વર્ષો સુધી પાછા મળતા ન હતા.

હવે સ્થાનિક લોકો કુંભમાં આવતા ભક્તજનોને સલાહ આપી રહ્યા છે કે કુંભમાં આવતા દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઓછામાં ઓછો સામાન સાથે લાવે. પોતાની સાથે આવેલા પરિવારજનોને સાચવીને રાખે. બધા એક સાથે રહે. લોકો કોઈ એક એવી જગ્યા નક્કી કરે કે કોઈ વ્યક્તિ ગુમ થઈ જાય છે તો તે સ્થાને આવીને બધા ભેગા થાય.

અન્ય એક વ્યક્તિ આરોપ લગાવતા કહે છે કે આ ભાગદોડ પ્રશાસન દ્વારા જ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવે આ બધી ઘટના બની છે.