21 વર્ષની મશહુર અભિનેત્રીએ ગળાફાંસો ખાઈ કરી લીધો આપઘાત, સુસાઈડ નોટમાં થયો મોટો ધડાકો

બંગાળી અભિનેત્રી(Bengali actress) અને મોડલ બિદિશા ડે મજમુદારે(Bidisha de Majmudare) આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. અભિનેત્રીએ તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો…

બંગાળી અભિનેત્રી(Bengali actress) અને મોડલ બિદિશા ડે મજમુદારે(Bidisha de Majmudare) આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. અભિનેત્રીએ તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારે બંગાળી અભિનેત્રી બિદિશા ડેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટનામાં બંગાળી મોડલ બનેલી અભિનેત્રી બિદિશા ડે મજુમદારનો મૃતદેહ કોલકાતાના નગર બજાર વિસ્તારમાં તેના ફ્લેટ પર લટકતી મળી આવી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, 21 વર્ષની બંગાળી અભિનેત્રી બિદિશા ડે મજમુદાર છેલ્લા ચાર મહિનાથી પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. બુધવારે સાંજે મૃત અભિનેત્રીનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. મુખ્ય દરવાજો તોડીને તેના ઘરમાં પોલીસ ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે અભિનેત્રીની હત્યા થઈ છે કે આત્મહત્યાનો મામલો છે તેની તપાસ શરૂ કરી છે.

બંગાળી અભિનેત્રીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો:
પોલીસે તેના વિશે માહિતી મેળવવા માટે બિદિશા ડે મજમુદારના નજીકના પરિચિતો, પરિવારના સભ્યો અને મિત્રોની પણ પૂછપરછ કરી છે. મૃતક અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરજી કાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે પોતાની કારકિર્દીમાં તકો ન મળવાને કારણે પોતાનો જીવ ટૂંકાવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હેન્ડરાઈટિંગ એક્સપર્ટ સુસાઈડ નોટની તપાસ કરશે.

ફ્લેટમાંથી સુસાઈડ નોટ મળી:
બંગાળી મોડલ શહેરના નૈહાટી વિસ્તારની હતી અને બ્રાઈડલ મેકઅપ ફોટોશૂટ માટે જાણીતો ચહેરો હતો. રિપોર્ટ્સ અનુસાર, બિદિશા ડે મજમુદારનો અનુભવ બેરા નામનો બોયફ્રેન્ડ હતો. બિદિશાના મિત્રોએ દાવો કર્યો હતો કે તે સંબંધમાં કથિત રીતે નાખુશ હતી અને ડિપ્રેશનમાં હતી. ફ્લેટમાંથી સુસાઈડ નોટ મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી ફેમસ એક્ટ્રેસ પલ્લબી ડે હાલમાં જ દક્ષિણ કોલકાતાના ગરફા વિસ્તારમાં તેના ભાડાના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *