Today Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં આજે કોઈ ફેરફાર થયો નથી. WTI ક્રૂડ પ્રતિ બેરલ $72.67 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 76.95 પર વેચાઈ રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે કિંમતોમાં સુધારો કરવામાં આવતો હતો.
ગુજરાતમાં પેટ્રોલ 55 પૈસા અને ડીઝલ 56 પૈસા મોંઘુ થયું છે. હિમાચલમાં પેટ્રોલની કિંમતમાં 68 પૈસા અને ડીઝલની કિંમતમાં 60 પૈસાનો વધારો થયો છે. આ સિવાય ઝારખંડ, કર્ણાટક, કેરળ અને પંજાબમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 22 પૈસા સસ્તું થયું છે. મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલમાં 19 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો ઘટાડો થયો છે. આ સિવાય ઓડિશામાં પણ ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે.
ચાર મહાનગરોમાં Petrol Diesel ના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
ગુજરાતના મુખ્ય શહેરોમાં Petrol Diesel ના ભાવ
અમદાવાદમાં પેટ્રોલ રૂ. 96.77 અને ડીઝલ રૂ. 92.52 પ્રતિ લીટર
ભાવનગરમાં પેટ્રોલ રૂ. 97.92 અને ડીઝલ રૂ. 93.67 પ્રતિ લીટર
ગાંધીનગરમાં પેટ્રોલ રૂ. 97.87 અને ડીઝલ રૂ. 92.61 પ્રતિ લીટર
રાજકોટમાં પેટ્રોલ રૂ. 96.19 અને ડીઝલ રૂ. 91.95 પ્રતિ લીટર
સુરતમાં પેટ્રોલ રૂ. 96.42 અને ડીઝલ રૂ. 92.19 પ્રતિ લીટર
વડોદરામાં પેટ્રોલ રૂ. 96.19 અને ડીઝલ રૂ. 91.90 પ્રતિ લીટર
દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવા ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.