Today Gold rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો લેટેસ્ટ ભાવ

Today Gold rate 29 June 2024: જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે થઈ હતી પણ હાલ તે ભાવમા ગરમાઈ જોવા મળી છે. જ્યારે સોના અને ચાંદીના (Today Gold rate) ભાવમાં આજના ટ્રેડિંગ દિવસે વધારો જોવા મળ્યો છે.

આ ટ્રેડિંગ સપ્તાહના છઠા દિવસે એટલે કે, શનિવારે સોનું 450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 72,220 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાનો ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 71,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

શનિવારે ચાંદી 700 રૂપિયા ઘટીને 90,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ ચાંદી 700 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 90,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

તાજેતરના 14 થી 24 કેરેટ સોનાનો ભાવ(Today Gold rate)

શનિવારે 24 કેરેટ સોનું 72,220 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 66,210 ,18 કેરેટ રૂપિયા 53,830 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.

ચાર મહાનગરોમાં સોના અને ચાંદીના ભાવ

હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું(Today Gold rate)

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.