Gujarat Heatwave forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આજથી 3 દિવસ માટે ગરમીનો પારો વધવાની આગાહી કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજી 3 દિવસ યથાવત જોવા મળી શકે છે. ત્યારે આ મામલે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં હીટવેવને(Gujarat Heatwave forecast) લઈને એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી 3 દિવસ યથાવત રહેશે. ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની કરી આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે તેવો હવામાન વિભાગનો અંદાજ છે. આ સાથે આગામી 7 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે અને 4 હીટ વેવ્સની પણ આશંકા વ્યકત કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દીવમાં હીટ વેવની સંભાવના છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ હીટવેવની શક્યતા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનને કારણે ગરમી વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.3 ડિગ્રી નોંધાયું હતું. તો અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હીટવેવથી બચવા આટલું કરો
1.કારણ વગર ઘરની બહાર જવાનું ટાળો
2.અતિશય ગરમી દરમિયાન ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાથી બચવું જોઈએ.
3.તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવાનું ભૂલશો નહીં બને તો લીંબુ પાણી અથવા ફળોનો રસ પીઓ
4.ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે દહીં, લસ્સી, છાશ પીઓ.
5.કાકડી, તરબૂચ, લીંબુ, નારંગી જેવા તાજા ફળો ખાઓ.
6.હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7.બહાર અથવા ખુલ્લા તડકામાં જતી વખતે તમારા માથાને છત્રી, ટોપી, ટુવાલ અથવા કંઈક વડે ઢાંકો.
8.ગરમીના તાણના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેહોશી, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ, આછો પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, ઝડપી શ્વાસ અને હૃદયના ધબકારા વધવા.
9. તડકામાં બહાર જતા પહેલા હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને નિયમિતપણે ફરીથી લાગુ કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App