સુરતના 3 પટેલ યુવાનોએ મળીને દોઢ મહિનામાં જ બનાવી નાખી વાઈફાઈ પેનડ્રાઈવ- જાણો એની ખાસિયતો

આજના આધુનિક સમયમાં યુવાનો ટેકનોલોજીની મદદથી કઈકને કઈક નવું સંશોધન કરતાં થયા છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. સ્કેટ કોલેજમાં અભ્યાસ કરી ચુકેલ સુરતવા વિદ્યાર્થીઓ અક્ષર વસ્તરપરાએ સાગર કાકડિયા તથા કશ્યપ સોજીત્રાની સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી બતાવી છે.

આ પેનડ્રાઈવને વાઈફાઈની સાથે કનેક્ટ કરીને સમગ્ર દેશના કોઈપણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે. જેને લીધે તમારે ડેટા અપલોડ કરવા માટે ઘણીવાર પેન ડ્રાઈવ કાઢવી નહીં પડે તથા ડેટા અપલોડ કરવા માટે તમારે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર પડશે નહીં.

આ પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો હતો તથા ફક્ત 1,800 રૂપિયાનો ખર્ચ થયો હતો. આની સાથે જ પાવર બેકઅપ માટે 250 mahની બેટરી પણ આપવામાં આવી છે. 3 મિત્રોએ મળીને કઈક નવું કરી બતાવવાની ઇચ્છા સાથે આ વસ્તુ બનાવી છે.

ઈન્ડસ્ટ્રીયલ મશીન, પ્રિન્ટર, મિડીયા પ્લેયર, પ્રોજેક્ટર, કટરમાં પણ ઉપયોગ કરી શકાશે
અક્ષય વસ્તરપરા જણાવતાં કહે છે કે, આપણે ત્યાં સુરતમાં મોટાપાયે એમ્બ્રોડરીના કામકાજ ચાલતા હોય છે કે, જેમાં મશીનમાં દરરોજ પેન ડ્રાઈવ નાંખીને ડિઝાઈન અપલોડ કરવામાં આવતી હોય છે. એમ્બ્રોડરીના કારખાનામાં કારીગરોને કોમ્પ્યુટર આવડતું ન હોય તેની માટે પેન ડ્રાઈવ કાઢીને જાતે જ ડિઝાઈન અપલોડ કરવાંની હોય છે.

આ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે છેલ્લા 2 મહિનાથી રિસર્ચ એન્ડ ડિઝાઈન પર કામ કરી રહ્યા હતા. જેમાં કુલ 85,000 નો ખર્ચ થયો હતો. આ પેનડ્રાઈવનો ઈન્ડસ્ટ્રીલ મશીન, પ્રિન્ટર, મિડીયા પ્લેયર, પ્રોજેક્ટર, ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રિન્ટર, લેઝર કટર, લેબ ઈક્વિપમેન્ટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

પેનડ્રાઈવમાં 250 mahની બેટરી 2 દિવસ સુધીનો પાવર બેકઅપ આપશે :
ત્રણેય મિત્રોએ મળીને બજારમાં મળતી સાદી પેન ડ્રાઈવ પર સંશોધન કરીને તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે બનાવેલી પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું છે કે, જેમાં તેમણે વાઈફાઈ ચીપ, SD કાર્ડ, કાર્ડરીડર, 250 mahની બેટરી લગાવવામાં આવી છે.

આ બેટરીને ફુલ થતાં માત્ર 30 મિનિટનો સમય લાગે છે તેમજ 2 દિવસનો પાવર બેકઅપ આપે છે. આની સાથે જ ઈન્ટરનેટની સામાન્ય સ્પીડમાં પણ પેનડ્રાઈવમાં ડેટા અપલોડ કરી શકાશે. આની ઉપરાંત USB 2.0માં 20 MBPS તથા USB 3.0માં 30 MBPSની ઝડપે ડેટા અપલોડ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *