ઘરકંકાસમાં લેવાયો 3 માસુમોનો ભોગ: પિતાએ ત્રણ બાળકને ડેમમાં ફેકીને કરી હત્યા અને પોતે પણ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

અરવલ્લી: હાલમાં અરવલ્લીના મેઘરજ તાલુકામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.…

અરવલ્લી: હાલમાં અરવલ્લીના મેઘરજ તાલુકામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જોકે, આ બાળકો કોણ છે તે તપાસમાં પોલીસ જોડાઈ ગઈ. જેમાં માલૂમ પડ્યું કે, ઘરકંકાસમાં કંટાળેલા પિતાએ જ ત્રણેય બાળકોને ડેમમાં નાંખીને હત્યા કરી છે. એટલુ જ નહિ, બાળકોને ડેમમાં ફેંક્યા બાદ પિતાએ વૃક્ષ પર લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જાણવા મળ્યું છે કે, વૈડી ડેમમાંથી શનિવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યા બાળકોની લાશ મળી આવી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા આજુબાજુ વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ તેમજ મેઘરજ પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકો કોના છે અને કોણે તેમને અહી ફેંક્યા તે જાણવામાં પોલીસ કામે લાગી ગઈ હતી. જેમાં નજીકના વૃક્ષ પરથી એક શખ્સની લટકતી લાશ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જણવા મળ્યું કે, ઘર કંકાસમાં કંટાળેલા પતિએ જ ત્રણેય બાળકોને ડેમમાં ફેંકીને હત્યા કરી હતી.

વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળવાનો મામલે મૃતક બાળકો એક જ પરિવારના સગા ભાઈ-બહેન નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃત્યુ પામનાર ત્રણ બાળકોના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય માસુમોને મોતને ઘાટ ઉતારનાર પિતાએ પોતે પણ ઝાડ ઉપર લટકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિતાને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ પિતાની હાલત પણ ગંભીર છે. આ પરિવાર મેઘરજના રમાડ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, અઠવાડિયા પહેલા પતિએ પત્નીને ડાકણનો વહેમ રાખી કુહાડી મારી હતી. પતિએ ઘર કંકાસમાં પત્નીને ઢોર માર માર્યો હતો. જેથી બાળકોની માતા પણ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પરંતુ, ઘરકંકાસે ત્રણ માસુમ બાળકોનો ભોગ લીધો છે. આ ઘટના બાદ પત્નીએ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પિતાએ જ ત્રણ બાળકોની હત્યા કરી હોવાથી ઇસરી પોલીસ દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *