ફિલ્મીઢબે સર્જાયો અકસ્માત: દારૂની ગાડીનો પીછો કરવા જતા કાર પલટી ગઈ- પોલીસના ત્રણ બાતમીદારોના નિધન, 4 જવાનો પણ ઘાયલ 

3 killed in car overturn in Banaskantha : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં દારુથી ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ખુબજ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય ગયો હતો અને આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત(3 killed in car overturn in Banaskantha) નીપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર બનાસકાંઠાના ધાનેરામાં કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી તે સમયે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે.  આ સમગ્ર દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ પોલીસના બાતમીદારના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર, કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. ચોરા પરબડીથી દારૂની ગાડીનો પીછો કરતી વખતે પોલીસ જવાનોની કાર પલટી મારી ગઈ હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *