દિલ્હી(Delhi): હત્યા (Murder)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ સરેઆમ હત્યા થતી હોય છે. ત્યારે હાલ દિલ્હીમાંથી આવા જ એક સમાચાર મળી આવ્યા છે. જેમાં દિલ્હીના બદરપુર વિસ્તાર (Badarpur area)માં 25 વર્ષીય યુવકની કેટલાક લોકોએ છરી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને લઈને હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, 20 ડિસેમ્બરના રોજ રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ તાજપુર પહાડીના બાલ્મિકી વિસ્તારમાં મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે અંગત અદાવતમાં 3 લોકોએ છરી વડે યુવક પર હુમલો કરતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે.
રમતા રમતા બાળક કૂવામાં પડી ગયું, તાત્કાલિક ઘરનાં લોકોને જાણ થતાં પરિજનોએ એક દોરડું નાખી બાળકને બચાવ્યો….#national #મધ્યપ્રદેશ #બાળક #viral #video #news #trishulnews pic.twitter.com/k0eGDCXp32
— Trishul News (@TrishulNews) December 23, 2022
જેમાં જોઈ શકાય છે કે, પાછળથી ત્રણ વ્યક્તિઓ એક યુવક પર છરી વડે હુમલો કરે છે. ત્યારબાદ બે આરોપીઓએ યુવક પર છરી વડે ઉપરાછાપરી ઘા માર્યા હતો. આ ઘટના સમયે ત્યાં હાજર લોકો યુવકને બચાવવાને બદલે પોતાના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં ત્રણ લોકો સામેલ હતા. બે આરોપી વિકી અને કોહિનૂરની ઓળખ થઈ ગઈ છે. એક આરોપી ફરાર છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસ ફરાર આરોપીને શોધી રહી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.