જુઓ કેવી રીતે ત્રણ વર્ષના બાળકે બચાવ્યો ગર્ભવતી માતા અને દૂધ પિતા ભાઈનો જીવ

મુરાદાબાદ: આજકાલ તમે માતાની મમતાના અનેક કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ, આજે અમે તમને ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર બનેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા…

મુરાદાબાદ: આજકાલ તમે માતાની મમતાના અનેક કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ, આજે અમે તમને ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર બનેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જે તેમને ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ ત્રણ વર્ષના બાળકે અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી હતી.

જાણવા મળ્યું છે કે, મુરાદાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મહિલા ગરમીને કારણે બેભાન બની ગઈ હતી તેમજ મહિલા પાસે રહેલું તેનું નાનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું. મહિલાની બાજુમાં બેઠેલા ત્રણ વર્ષના માસૂમે આ બધું જોઈ રહ્યો હતો. ત્યારબાદ તેને પોતાની માતા સાથે કંઈક અઘટિત બની રહ્યાનો અંદાજ આવી ગયો હતો. ત્યારે માસૂમ આમતેમ જોવા લાગ્યો હતો.

આ દરમિયાન કોઈ મદદ કરે તેવું ન દેખાતા માસૂમ પ્લેટફોર્મ નંબર-1 પર બનેલી જીઆરપી ચોકી તરફ ચાલવા લાગ્યો હતો. ચોકી ખાતે પહોંચીને માસૂમે જવાનોને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તે બોલી શક્યો ન હતો. ત્યારબાદ માસૂમ ઇશારોથી પોતાની વાત કહેવા લાગ્યો હતો. મહિલા પોલીસકર્મીને લાગ્યું કે, તેને ભૂખ લાગી છે અથવા તે પોતાના પરિવારથી અલગ થઈ ગયો છે. જોકે, બાળકે ઈશારો કરીને મહિલા પોલીસકર્મીઓને પોતાની સાથે જવાનું કહ્યું.

ત્યારબાદ પોલીસકર્મીઓ ફૂટઓવર બ્રિજ પર પહોંચ્યા તો જોયું કે, માસૂમની માતા બેભાન હાલતમાં પડી છે અને નાનું બાળક મહિલાની છાતીને વળગીને પડ્યું છે. પહેલા પોલીસકર્મીઓ દ્વારા મહિલાના મોઢા પર પાણી છાંટીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા ભાનમાં ન આવતા કંટ્રોલરૂમમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી અને મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરોના કહેવા મુજબ, મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી છે. જેથી ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી.

એક માસૂમ તરફથી પોતાની માતાનો જીવ બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ બાળકની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે આ વાતની પુષ્ટિ માટે જિલ્લા હૉસ્પિટલમાં ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાં તૈનાત સ્ટાફ નર્સ માધુરીસિંહે જણાવ્યું કે, મહિલા કમજોર હોવાથી બેભાન થઈ ગઈ હતી. બેભાન હાલતમાં જ તેને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, બેભાન હાલતમાં રહેલી મહિલા સાથે બે બાળક હતા. જેમાં ત્રણ વર્ષનું બાળક હતું તે ખૂબ જ સક્રિય હતું. મેડિકલ સ્ટાફની સાથે તે પણ પોતાની માતાની દેખરેખ રાખતો હતો. સાંજ સુધીમાં મહિલા ભાનમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાએ પોતાનું નામ પરવીન જણાવ્યું હતું. મહિલા હરિદ્વારના જનપદના કલિયર શરીફને રહેવાસી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ મહિલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ અંગે ગવર્નમેન્ટ રેલવે પોલીસના દેવી દયાલે જણાવ્યું કે, ફરજ પર તૈનાત જવાનોના પ્રયાસોથી એક મહિલાનો જીવ બચી ગયો હતો. હૉસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું જણાવવામાં આવ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે, અશક્ત હોવાને કારણે મહિલા બેભાન થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *