સુરેન્દ્રનગર હાઈવે પર મરણચિસો ગુંજી: ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

Surendranagar Accident: સુરેન્દ્રનગરનાં લખતર-વિરમગામ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. પ્રાથમિક માહિતી મુજબ, વિઠ્ઠલગઢ ગામનાં પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકચાલકે બાઈકને અડફેટે(Surendranagar Accident) લેતાં બાઈક પર સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટનાસ્થલે જ કરૂણ મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રેક ચલાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.

અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર
આ અક્સમાતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે અક્સમાત સર્જીને ટ્રકચાલક ફરાર થયો છે. પ્રાથમિક તપાસમાં ત્રણ મૃતક યુવકો પૈકી 2 યુવક વીઠલગઢ ગામના અને 1 યુવક ધુલેટાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ આદરી છે.આ અકસ્માત બાદ લખતર વિરમગામ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટના બાદ લખતર પોલીસ દ્વારા ત્રણેય મૃતકોની લાશ ચાદરમાં લપેટીને લોકોની મદદથી ઉંચકીને ખાનગી વાહનમાં લઈને લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી હતી.

ગઈકાલે ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચારના મોત
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (20 જૂન) સર્જાયેલા ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગોંડલના ઘોઘાવદર ગામ નજીક બે કાર સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યાં છે અને પાંચ લોકોને ઇજા પહોંચી છે.

જામનગરમાં રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મુળી ગઢાદ રોડ ઉપર ઈકો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવક દલિત સમાજના હોવાનું સામે આવ્યું હતું.