Gujarat Drugs News: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાકાંઠા (Gujarat Drugs News) પાસેથી 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સની કિંમત 1800 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL (International Maritime Boundary Line) પાર કરીને ભાગી છૂટ્યા હતા. જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ગુજરાત ATSની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ જપ્ત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઈન્ડિયા કોસ્ટ ગાર્ડે ગત 12-13 એપ્રિલ 25ની રાત્રે ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠે IMBL નજીકથી રૂપિયા 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડેના જહાજને જોઈને સ્મગ્લરોએ ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું હતું અને તેઓ ભાગવામાં સફળ રહ્યા હતાં. જેને દરિયામાંથી રિકવર કરી વધુ તપાસ માટે ATSને સોંપવામાં આવી છે.
બાતમીના આધારે કરી હતી તપાસ
ATSએ બાતમીને આધારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે મળીને એક શંકાસ્પદ બોટ ઓળખી કાઢી હતી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતું હોવાની જાણ થતાં શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. આ પછી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ બોટનો પીછો કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવા માટે અન્ય દરિયાઈ બોટ તહેનાત કરી હતી.
IMBL નજીક હોવાથી સ્મગ્લર ભાગવામાં સફળ રહ્યા હતા અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શંકાસ્પદ બોટને પકડી શક્યું નહોતું. આ પછી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે સ્મગ્લરોએ દરિયામાં ફેંકેલો ડ્રગ્સનો જથ્થો શોધીને જપ્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલો જથ્થો પોરબંદર લાવવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App