બુલંદશહેર (Bulandshahr)ના ગુલાવતી (Gulavati)માં ત્રણ દિવસ પહેલા બનેલા શાદાબ હત્યા(Murder) કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, હત્યાના મુખ્ય આરોપી કાસિફે તેના સાળા ઈરફાનના મોતનો બદલો લેવા માટે આ ભયાનક હત્યા કરી હતી. આ માટે તેણે દિલ્હી (Delhi)થી ભાડે રાખેલા શૂટર્સ (Shooters)ને પણ બોલાવ્યા હતા. શાદાબ અને આરોપી વચ્ચે દુશ્મની હતી.
હાપુડના રહેવાસી ઈરફાન નામના વ્યક્તિની 18 માર્ચે હત્યા કરવામાં આવી હતી અને હત્યારાઓએ તેના 31 ટુકડા કરી નાખ્યા હતા. ઈરફાનની નિર્દય હત્યા કેસમાં મૃતક શાદાબનો ભાઈ ડાસના જેલમાં બંધ છે, જ્યારે શાદાબ આ કેસમાં એડવોકેટ હતો.
હત્યા પછી વેરની આગ:
ઈરફાનની હત્યા થઈ ત્યારથી જ તેનો સાળો કાસિફ અને ભાઈ બદલો લેવા માંગતા હતા. ઈરફાનના સાળા કાસિફે, ત્રણ શાર્પ-શૂટર અને દિલ્હીથી ભાડે રાખેલા અન્ય એક સાથે ગુલાવતીમાં શાદાબ હત્યાકાંડની ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન શૂટરો અને કાસિફે શાદાબ પર 31 ગોળીઓ ચલાવી હતી. ગોળીઓ ચલાવતી વખતે, આરોપીઓએ કોને ગોળી મારી રહ્યા છે તેની પણ પરવા કરી ન હતી અને તેઓએ તેમના એક સાથી શૂટરને ગોળી મારીને ઘાયલ કરી હતી.
હવે પોલીસે શૂટરોની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલ પિસ્તોલ, કારતૂસ અને ટુ વ્હીલર પણ કબજે કર્યા છે. હાલમાં પોલીસે ભાડે રાખેલા શૂટરોની ધરપકડ કરીને હત્યાની કડીઓ ઉમેરીને ઘટનાનો ખુલાસો કર્યો છે. જ્યારે પોલીસ હજુ પણ ઘટનાના કાવતરાખોરો કાસિફ અને અન્યને શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.