ગુજરાતમાં મેઘરાજાએ એકસાથે 35 તાલુકામાં બોલાવી ધડબડાટી; જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Gujarat Rain News: રાજ્યના બાકી ભાગો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે દ.ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી માહોલ જામી રહ્યો છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં (Gujarat Rain News) પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

35 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ ઉમરગામમાં
જેમાં સૌથી વધુ ઉમરગામમાં 3 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ, જલાલપોરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સ્થળોએ અડધા થી સવા ઇંચ વરસાદ
નવસારીમાં 1 ઈંચ, વાપીમાં 1 ઈંચ, પારડીમાં 1 ઈંચ, ચિખલીમાં 1 ઈંચ, ડાંગમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે

આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

કાલે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
આવતીકાલે એટલે કે 21 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે દ.ગુજરાતના આ સ્થળોએ વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપીમાં આજે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.