35 વર્ષીય વ્યક્તિને સ્કૂટર સ્ટાર્ટ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, ત્યાં જ ઉડી ગયું પ્રાણ પંખેરું

heart attack live video: છતીસગઢના અંબિકાપુર શહેરમાં સંગમ પર એક હૈયુ હચમચાવી દેનારી ઘટના બની છે. અહિયાં લગભગ 35 વર્ષે યુવક ઇન્દ્રજીતનું હર્ત અટેક (heart attack live video) ના કારણે મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ છે. જેમા જોઈ શકાય છે કે યુવક સ્કુટી ચાલુ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે રસ્તા પર પડી ગયો હતો.

ઇન્દ્રજીત ઓલ્ડ બાબરા બસ ના સંચાલક હતા. જણાવવામાં આવી રહ્યું છે ત્યાં ઘટના શુક્રવારની સાંજે છે, સંગમ ચોક પાસે  સ્કુટી સ્ટાર્ટ કરી રહ્યા હતા, તેવામાં તેમણે એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ઘટના સમયે રોડ પર લોકો અવરજવર કરી રહ્યા હતા, પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું ન હતું. જો સમયે તેમને સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત.

સ્કુટીમાં ચાવી નાખતાની સાથે જ આવ્યો હાર્ટઅટેક
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઇન્દ્રજીત પીળા રંગની ટીશર્ટમાં છે અને માથા પર બ્લુ રંગની ટોપી છે. પોતાની સફેદ રંગની સ્કુટીમાં જેવી રીતે ચાવી નાખે છે અને સ્કુટી પર બેસવાની કોશિશ કરે છે તેઓ તેમને હાર્ટએટેક આવે છે. જેના કારણે તે ત્યાં જ પડી જાય છે અને તેનું મૃત્યુ થાય છે.

આ દરમિયાન અન્ય બાઈક સવાર પણ ત્યાંથી પસાર થાય છે, પરંતુ કોઈએ પણ ઇન્દ્રજીત ની મદદ ન કરી હતી. જો તે સમયે ઇન્દ્રજીતને મદદ મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત.