યુપીના આગ્રા (Agra, Uttar pradesh) માં એક બાળકને ઓનલાઈન મોબાઈલ ગેમ (PUBG) રમવાની એટલી લત લાગી ગઈ કે તેણે તેના પિતાના બેંક એકાઉન્ટ માંથી 39 લાખ રૂપિયા ઉપાડી લીધા. પબજીમાં નેક્સ્ટ લેવલ કરવામાં બાળકે પિતાનું બેંક ખાતું ખાલી કરી નાખ્યું. પોતાના જીવનની કમાણી ગુમાવ્યા બાદ પૂર્વ આર્મી ઓફિસર કોટવાલ સિંહ ન્યાય માટે બેંક અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે. બાળકના ગેમ રમવાના મામલામાં પિતાની જીવનભરની રકમ માત્ર ગણતરીની સેકેંડોમાં ગેમ બનાવનારી કંપનીના ખાતામાં જતી રહી.
જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારથી બાળકના પિતા અને ભૂતપૂર્વ આર્મી ઓફિસર કોટવાલ સિંહ ખૂબ જ નારાજ છે. તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે કોટવાલ સિંહનો પુત્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને પહોંચેલા કોટવાલ સિંહે જણાવ્યું કે વર્ષ 2021માં તેનો પુત્ર નવમા ધોરણનો વિદ્યાર્થી હતો. તેણે પુત્રને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ અપાવ્યો અને તેને ગેમ રમવાની લત લાગી ગઈ.
તેણે કહ્યું, પુત્ર જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઓનલાઈન ગેમ PUBG રમ્યો અને તેના ખાતામાંથી 39 લાખ રૂપિયા ઉપાડી ગયા. જ્યારે તે બેંકમાં ગયા તો તેને ખબર પડી કે તેના ખાતામાં એક પણ રૂપિયો નથી. કોટવાલ સિંહે કહ્યું કે, એક ખાતામાંથી 21 લાખ રૂપિયા ઉપડી ગયા છે, જ્યારે બીજા ખાતામાંથી 18 લાખ રૂપિયા ગાયબ છે. બંને ખાતામાંથી આટલી મોટી રકમ ઉપાડવાની માહિતી બેંકમાંથી મળતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
કોટવાલસિંહ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે કોટવાલ સિંહના ખાતામાંથી ઉપાડેલી રકમ ગેમ કંપની (PUBG) ના ખાતામાં ગઈ છે. હાલમાં, કોટવાલ સિંહની ફરિયાદના આધારે, પોલીસે IPC કલમ 420, 120B, 34 અને 66D IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સાથોસાથ પીડિત કોટવાલ સિંહે તમામ માતા-પિતાને તેમના બાળકો પર નજર રાખવાની અપીલ કરી છે. બાળકો મોબાઈલમાં શું કરે છે? તેની સંપૂર્ણ દેખરેખ રાખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.