Gold Silver Price Today: સોનાની વસ્તુઓના ભાવ સાંભળીએ ત્યારે હાજા ગગડી જાય તેવી સ્થિતિ થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે તો સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે સોનુ ખરીદવાની ઈચ્છા હોવા છતા લોકોની ખરીદશક્તિ ઓછી થઇ જવા પામી છે.
સોનાનો ભાવ 62 હજારને પાર:
વાત કરવામાં આવે તો સોનાના ભાવે આજે તમામ હદ વટાવી દીધી છે. પરિણામે આજે અમદાવાદમાં સોનાના ભાવમાં તોફાની તેજી આવી છે. જેને કારણે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોંચી ગયા છે. બીજી બાજુ ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઈ છે.
મહત્વનું છે કે, બુધવારે સોનું 627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઇને મોંઘવારીના નવા રેકોર્ડ 61,044 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. આ અગાઉ સોનાનો સૌથી વધુ ભાવ રૂ.60,880 હતો. જ્યારે મંગળવારના રોજ છેલ્લા ટ્રેડિંગ દિવસ દરમિયાન સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું અને 60,417 રૂપિયા સોનું પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. બુધવારના રોજ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો હતો. બુધવારે ચાંદી 1056 રૂપિયાના જોરદાર ઉછાળા સાથે 75,282 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
View this post on Instagram
જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચી ગયો છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા નોંધાઈ રહ્યો છે. જ્યારે 24 કેટેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 24 કેટેર સોનાનો ભાવ 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ નોંધાઈ રહ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવમાં હજુ વધારો યથાવાત રહે તેવું દેખાઈ રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતોનું માનવું છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.
આ રીતે મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.
જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.
એક પરણિત સ્ત્રી પોતાની પાસે 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.