દેશના 40 કરોડ કર્મચારીઓનું નવું વર્ષ સુધરી જશે :મોદી સરકાર કરવાં માટે જઈ રહી છે આ ખાસ કામ

દેશના કર્મચારીઓ માટે મોદી સરકાર દ્વારા કેટલીક મહત્વની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે, જેનાથી કર્મચારીઓને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. કોરોના વચ્ચે હાલમાં…

દેશના કર્મચારીઓ માટે મોદી સરકાર દ્વારા કેટલીક મહત્વની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે, જેનાથી કર્મચારીઓને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. કોરોના વચ્ચે હાલમાં દેશના કરોડો કર્મચારીઓ માટે એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર દેશમાં રોજગારમાં વધારો કરવાં માટે કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને પરવાનગી આપી દેવામાં આવી છે. સામાજીક સુરક્ષા સંહિતાને આગલા વર્ષ દરમિયાન એટલે કે, 1 એપ્રિલ વર્ષ 2021 થી અમલ કરવાની તૈયારીમાં રહેલી છે.

જેને કારણે સમગ્ર દેશમાં કુલ 40 કરોડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કર્મચારીઓ માટે EPFOના દરવાજા ખુલી શકે છે. નવા વર્ષમાં EPFOને સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ભારત રોજગાર’ યોજનાનો અમલ કરવા પર ધ્યાન આપતા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આ યોજના પછી અસંગઠિત ક્ષેત્ર પણ EPFO હેઠળ આવશે.

કુલ 22,810 કરોડ રૂપિયાની યોજના :
આ યોજના અંતર્ગત એવાં કર્મચારીઓને આવરી લેવામાં આવશે કે, જેમણે 1 ઓક્ટોબર 2020થી લઈને 30 જૂન વર્ષ 2021 વચ્ચે નોકરી જોઇન કરી છે. આ યોજના પર હાલના નાણાકીય વર્ષમાં કુલ 1,584 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જયારે વર્ષ 2020-’23 સુધી સંપૂર્ણ યોજના અવધિ દરમિયાન કુલ 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

દેશમાં 40 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્ર : 
સમગ્ર દેશમાં કુલ 40 કરોડથી પણ વધુ અસંગઠિત ક્ષેત્ર આવેલા છે કે, જે કોઇપણ પ્રતિષ્ઠાન અથવા તો વેતન રજીસ્ટરમાં આવતા નથી. સરકાર દ્વારા આ દરેક સંસ્થાને EPFO હેઠળ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

સરકાર કરશે મદદ : 
સબ્સિડી એમ્પલોયર્સદ દ્વારા કુલ 2 વર્ષ માટે કરવામાં આવેલ રિટાયર્મેન્ટ ફંડ કંટ્રીબ્યુશન કવર કરવા માટે હશે. જેમાં કુલ 12% યોગદાન તથા કર્મચારીઓએ કરેલ 12% યોગદાન એટલે કે, કુલ 24% યોગદાન સબ્સિડી સરકાર તરફથી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *