વાહ રે મંત્રી તારી દરિયાદિલી, પારો 40 ડિગ્રીને પાર અને મંત્રીએ વહેંચ્યા 500 લોકોને ધાબળા

Bihar viral news: બિહાર ખરેખર ગજબ છે. અહીંયા તમને કાયમ અજબ ગજબ કિસ્સા જોવા મળે છે. આ ક્રમમાં જ બેગુસરાયથી પણ કંઈક એવા સમાચાર સામે આવ્યા છે, જેની દરેક લોકો ચર્ચા (Bihar viral news) કરી રહ્યા છે. અહીંયા પ્રચંડ ગરમીમાં રાજ્યના ખેલ મંત્રીએ 500 લોકોને ધાબળા વહેંચ્યા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઠંડીના દિવસોમાં કોઈ સંસ્થા, એનજીઓ અથવા રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા લોકો જરૂરિયાત મંદ લોકોને જરૂરી સામાનનું વિતરણ કરે છે. ઘણી વખત એવા સમાચાર પણ આવે છે કે જેમાં તે સ્પષ્ટ નથી હોતું કે મંત્રી અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિએ જરૂરિયાત મંદ લોકોને જરૂરી સામાનનું વિતરણ કર્યું છે. આવા જ સમાચાર બિહારના બેગુસરાઇ જિલ્લાથી સામે આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બેગુસરાઈ જિલ્લાના અહીયાપૂર ગામમાં ગત 6 એપ્રિલના રોજ બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ અવસરે બિહાર સરકારના ખેલ વિભાગના મંત્રી સુરેન્દ્ર કુમાર હાજર હતા. તેમણે આ અવસરએ પોતાની પાર્ટીના ભરપેટ વખાણ કર્યા હતા. ખેલ મંત્રીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની આત્મા છે. ભાજપનું સંગઠન બિહારમાં જ નહીં પરંતુ દેશના દરેક ખૂણે ફેલાયેલું છે. તેમણે પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા, સાથે જ બિહારની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીની જરૂરિયાતને પણ વર્ણવી હતી.

500 લોકોને વહેંચ્યા ધાબળા
સમગ્ર આયોજનનો સૌથી દિલચસ્પ પહેલું એ રહ્યો હતો કે ખેલ મંત્રી સુરેન્દ્ર મહેતાએ આ ભીષણ ગરમીમાં લગભગ 500થી પણ વધારે લોકોને ધાબળાનું વિતરણ પોતાના હાથે કર્યું હતું. હવે આ જ ધાબળાનું વિતરણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે.

40 ડિગ્રી થી પણ વધારે તાપમાન
અહીંયા બિહારમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના દરેક જિલ્લામાં સામાન્ય તાપમાન પણ 40 ડિગ્રીની આસપાસ છે. ઘણી જગ્યાએ તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે છે. એવામાં રાજ્યના ખેલ વિભાગના મંત્રી તરફથી આ ભીષણ ગરમીમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર તમામ જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો આ સમાચાર વાંચીને આશ્ચર્ય પામી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર આયોજનમાં ભાજપ સ્થાનિક અધ્યક્ષની સાથે જ મંડળ મહામંત્રી, સરપંચ અને ઘણા અન્ય લોકો પણ હાજર હતા.