થોડા સમય પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં લોકો ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ગુજરાતમાં આવેલ ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ તાલાલા શહેર અતેમજ આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધ્યરાત્રિએ 1.15 થી 9.26 દરમિયાન અહીં કુલ 19 જેટલા આંચકા અનુભવાયા હતા, જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે, તમામ આંચકાઓની તીવ્રતાને કારણે કોઈ જાનહાની થઈ નથી.
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારમાં 9.46 વાગ્યાની આજુબાજુ કુલ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેને કારણે કચ્છની ધરતી કંપી ઊઠી હતી. આની સાથે જ કોઈ જાનહાની ન થવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સવારે 9:46 વાગ્યાની આજુબાજુ ભૂકંપનો આંચકો આવ્યો :
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારમાં 9.46 વાગ્યની આજુબાજુ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી કુલ 26 કિમી દૂર હોવાની પ્રાથમિક જાણકારી મળી આવી હતી. આની સાથે જ થોડા સમય પહેલાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો હતો.
બપોર પછી 3.40 વાગ્યાની આજુબાજુ ભૂકંપના આંચકા આવ્યાં હતાં. કુલ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ સુરત સહિત આસપાસનાં વિસ્તારમાં થયો હતો. સુરત શહેરમાં આવેલ અડાજણ વિસ્તારથી લઈને તમામ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં જોવા મળી હતી. જેને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle