ચિત્તોડગઢ: તાજેતરમાં મંગલવાડ વિસ્તારમાં તળાવમાં નહાવા ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી નીપજ્ય હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો એક જ વિસ્તારના રહેવાસી હતા. આ ત્રણ બાળકોના પરિવારો એકબીજાના સગા હતા. ચંદ્રશેખર અને પ્રિન્સના પિતા બંને સગા ભાઈઓ છે અને સુમિત બંનેનો પિત્રાઈ ભાઈ હતો. બીજી બાજુ, ગંગારમાં રહેતો હરીશ તેના મામા ભવાનીશંકર અને કૈલાશના ઘરે આવ્યો હતો. હરીશ રક્ષાબંધને તેના મામાના ઘરે આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ભેરુલાલની 5 પુત્રીઓ સિવાય એક પુત્ર સુમિત હતો. એટલે કે, પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. ભૈરુલાલનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. સુમિતની માતા ખેતરોમાં કામ કરે છે. મોટી બહેન 22 વર્ષીય પૂનમના છૂટાછેડા થઈ ગયા છે. તે હાલમાં તેના માતાની સાથે જ રહે છે અને REETની તૈયારી કરી રહી છે. 21 વર્ષની બીજી બહેન પાયલ તેના સાસરિયામાં રહે છે.
ત્રીજી બહેન, સપના, 18 વર્ષની છે જે તેની માતાની સાથે રહી કામમાં મદદ કરે છે. આ ઉપરાંત, સૌથી નાની બહેન અંજલીની ઉંમર 15 વર્ષ છે. જે એક હાથ અને એક પગથી વિકલાંગ છે. થોડા દિવસો પહેલા જ બહેનોએ સુમિતને રાખડી બાંધી હતી. સુમિત માત્ર 8 વર્ષનો હતો. મૃતક ભાવેશને 5 ભાઈઓ હતા, ચંદ્રશેખરને 2 ભાઈ-બહેન હતા, તેની બહેન નાની છે. આ ઉપરાંત, પ્રિન્સને બે નાના ભાઈ-બહેન છે. સૂરજની એક મોટી બહેન પણ છે.
તમામ બાળકોના માતા-પિતા ખેતી કરે છે. આ તમામ ગરીબ પરિવારમાંથી છે. અકસ્માત થયો ત્યારે માતા-પિતા ખેતરમાં હતા. હરીશ ઇન્દોરા ગંગારના રહેવાસી છે. આ ઘટના બનવાથી તેના માતા-પિતા પણ અહી આવ્યા હતા. પરિવારે જણાવ્યું કે, આ બાળકો દરરોજ તળાવમાં નહાવા જાય છે, પરંતુ બે દિવસ પહેલા વડીલોએ તેમને જણાવ્યું હતું કે, નવું પાણી આવ્યું છે જેથી તેમણે નાહવા જવું જોઈએ નહી. તેથી બાળકો શનિવારે નાહવા ગયા ન હતા. પરંતુ રવિવારે ફરી ત્યાં સ્નાન કરવા ગયા.
જાણવા મળ્યું છે કે, અગાઉ દર ત્રણ વર્ષથી આ તળાવમાં કોઈનું મૃત્યુ થતું હતું. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી કોઈ મૃત્યુ થયું ન હતું. તેમ છતાં ગ્રામજનોના મનમાં પ્રવર્તતા ભયને કારણે બાળકો ત્યાં નાહવા જતા ન હતા. આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે, તળાવમાં ડૂબી જવાને કારણે 5 બાળકોના મોત હૃદયદ્રાવક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.