આવનારા સમયમાં આ એક વસ્તુને કારણે 50 લાખ લોકોના થશે મૃત્યુ, વૈજ્ઞાનિકોએ કર્યા સાવધાન

Global warming: એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે 299 સુધી યુરોપમાં જળવાયુ પરિવર્તનને કારણે ગરમીને લીધે 58 લાખ લોકો નો જીવ જઈ શકે છે. લંડન સ્કૂલ ઓફ ટ્રોફીકલ (Global warming) મેડિસિનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ સંશોધનમાં અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ સંશોધનમાં ફક્ત ગરમીને કારણે થનાર મૃત્યુને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે જંગલોમાં આગ, ઉષ્ણ કટિબંધીય તોફાનો, અન્ય કુદરતી આફતોને કારણે થનાડી મૃત્યુ આમાં સામેલ નથી. અને લીધે વાસ્તવિક મૃત્યુ દર વધારે વધી શકે છે.

ગરમીનું જોખમ ભજીયુ, ઠંડીને લીધે થનારા મૃત્યુમાં ઘટાડો
વૈજ્ઞાનિકોએ આ શોધમાં સાબિત કર્યું છે કે ઠંડીથી થનાર મૃત્યુમાં ઘટાડો થયો હોવા છતાં ગરમીને કારણે થનારા મૃત્યુમાં ખૂબ વધારો થશે. આ અભ્યાસના મુખ્ય લેખક ડોક્ટર પિયરે કહ્યું કે અમારા નિચોડ પરથી જળવાયું પરિવર્તનને ઓછો કરવાની તાત્કાલિક આવશ્યકતા છે.

વિશેષ રૂપે ભૂમધ્ય સાગર વિસ્તારમાં આ અસરકારક પગલાં ન ઉઠાવવામાં આવ્યા તો પરિણામ ભયાનક થઈ શકે છે. અભ્યાસના જણાવ્યા અનુસાર આ વધારે ટકાઉ નીતિઓનું પાલન કરવામાં આવે તો લાખો લોકોનો જીવ બચી શકે છે.

શું કરવું પડશે?
આ અભ્યાસ એ સ્પષ્ટ કર્યું છે કે જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઓછો કરવા માટે અને જીવનને બચાવવા માટે તાત્કાલિક અસરકારક ઉપાયો અપનાવવા યુરોપિયન દેશોને ન ફક્ત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને નિયંત્રિત કરવું પડશે પરંતુ વધતી ગરમીને અનુકૂળ સમાધાન પણ શોધવા પડશે.