ઈડર-હિંમતનગર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 લોકોના મોત

Himmatnagar Highway Accident: ગુજરાતમાં અકસ્માતોનો વણઝાર દિવસે ને દિવસે વધતો જાય છે. ઈડર-હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત(Himmatnagar Highway Accident) સર્જાયો. આ અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

મળતી માહિતી મુજબ, આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતુ.

નેત્રામલીનો જરીવાલા પરિવાર હિંમતનગરથી ઘરે આવી રહ્યો હતો. જાદર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે,ઈડરના નેત્રામલીના જરીવાળા પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડ્યો છે. આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો,

ત્યારે કાર અને ટ્રક વચ્ચે ગુરૂવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ભેટાલી પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં એક નાની બાળકી સહિત ચાર લોકોના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

એક જ પરિવારના પાંચ સભ્યોના મોત બાદ આખું નેત્રામલી ગામ પણ હિબકે ચડ્યું છે. ઈડર-હિંમતનગર હાઈવે પર કામ ચાલતું હોવાને કારણે એક રસ્તો બંધ કરીને વન વે કરાયો હતો. છેલ્લા કેટલાય સમયથી હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલતા સ્થાનિકો સહિત વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ જાદર પોલીસે ઘટના સ્થળે પહોચી ચારેય મરનારના મૃતદેહોને પીએમ અર્થે સિવિલ ખાતે ખસેડ્યા છે. હાલ પરિવાર સહિત આખા ગામમાં ભારે શોક છવાયો છે.