હિંમતનગર હાઈવે પર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 5 લોકોને ભરખી ગયો કાળ; જાણો સમગ્ર ઘટના

Himmatnagar Highway Accident: હિંમતનગર હાઈવે ફરી એકવાર લોહીલૂહાણ બન્યો. મળતી માહિતી મુજબ હિંમતનગ-ઈડર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત(Himmatnagar Highway Accident) સર્જાયો છે. આ ઘટનામાં 7 મહિનાની બાળકી સહિત 5 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

પરિવાર શોકમાં ગરકાવ
ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મૃત્યું થયા હતા. મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. રોડની ઢીલી કામગીરીને લીધે વારંવાર અકસ્માત થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

અકસ્માતની બીજી ઘટના વલસાડથી આવી
બીજી તરફ કપરાડાના હુંડા ગામે બે બાઈક સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બારપૂડા ગામની મહિલાને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બંને બાઈકચાલકો સહિત ત્રણને પણ ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.