15 દિવસમાં આખો હસતો-ખેલતો પરિવાર વિખરાઇ ગયો, કોરોના મહામારીએ મા અને 5 દીકરાને બનાવ્યા શિકાર

આખા વિશ્વમાં કોરોનાનો કોહરામ મચી રહ્યો છે. જેમ જેમ વરસાદી ઋતુ વધતી જાય તેમ કોરોના તેનો પ્રકોપ વધારતો જાય છે. દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના મહામારીના કહેરથી ઝારખંડનો એક હસતો-રમતો પરિવાર આખો વિખરાઇ ગયો. કોરોના સંક્રમણના લીધે પરિવારમાં એક પછી એક 6 સભ્યોના મોત થઇ ચૂકયા છે. પહેલા માતા અને પછી તેની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઇ ગયા. 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઇ ગયું.

મૃતક મહિલાના બીજા એક દીકરા સિવાય પરિવારના બીજા કેટલાંય સભ્યોની પણ તબિયત ખરાબ કહેવાય છે. દેશમાં આ પ્રકારની કદાચ આ એકલી ખૂબ ખરાબ ઘટના છે. જેમાં કોરોનાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા. ચાર જુલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ કરી તો ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ હતા. ત્યારબાદ કોરોનાના લીધે પરિવારના 5 દિકરાનું એક પછી મોત થયું. બીજો એક દીકરો હજુ બીમાર છે.

15 દિવસમાં આખો હસતો-રમતો પરિવાર વિખરાઇ ગયો
મળતી માહિતી પ્રમાણે ચાર જૂલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ ચાલતી હતી ત્યાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમના દીકરાનું રાંચીની રિમ્સ કોવિડ હોસ્પિટલમાં મોત થયું. થોડાંક દિવસ બાદ બીજા દીકરાનું મોત કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું. મોતનું તાંડવ અહીં થોભ્યું નહીં ત્રીજો દિકરો ધનબાદના એક ખાનગી ક્વારેન્ટાઇન સેન્ટરમાં દાખલ હતો.

ત્યાં એકાએક તબિયત એવી લથડી કે સીધો મોતના મુખમાં જ ધકેલાઇ ગયો. તેમનો ડ્રાઇવર તેમને પીએમસીએચ લઇ ગયો પરંતુ ડૉકટર્સે મૃત જાહેર કરી દીધો. 16 જુલાઇના રોજ ચોથા દીકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કેન્સરની સારવાર દરમ્યાન નિધન થયું. પાંચમા દિકરાને પણ ધનબાદની કોવિડ હોસ્પિટલમાં રેફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરાયો હતો. જ્યાં સોમવારે તેને છેલ્લાં શ્વાસ લીધા. આમ કોરોના વાયરસના સંક્રમણથી એક વૃદ્ધ મહિલા અને તેમના પાંચ દીકરાઓના મોત થતાં ચકચાર મચી ગઇ છે. તો પરિવારના બીજા કેટલાંય સભ્યોની સારવાર ચાલી રહી છે. આ પરિવારનું દુ:ખ જે લોકો સાંભળે તેમનું કાળજું ફાટી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *