ખેડૂત આંદોલન વચ્ચે પાંચ આતંકવાદી ઝડપાયા, જાણો કેવી રીતે પકડાયા

ભારત દેશમાં દિવસે ને દિવસે આંતકવાદીઓનો કહેર વધતો જાય છે. હાલ કોરોના મહામારી દરમિયાન પંજાબ અને હરિયાણા રાજ્યનાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન દરમિયાન કુલ પાંચ આંતકવાદી ઝડપાયા છે.

પાટનગર નવી દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે શકરપુરા વિસ્તારમાં દરોડો પાડીને કુલ 5 જેટલા આતંકવાદીને ઝડપી લીધા હતા. આ પાંચમાંનાં 2 પંજાબનાં ખાલિસ્તાની જૂથનાં તેમજ 3 જમ્મુ કશ્મીરનાં ઇસ્લામી જૂથનાં હોવા અંગેનું પોલીસે મિડિયાને આપેલી માહિતીમાં જાણવા મળ્યું હતું.

પંજાબી આતંકવાદીઓ તરનતારન શૌર્ય ચક્ર વિજેતા લશ્કરી અધિકારી બલવિન્દર સિંઘ સંધુની હત્યામાં સંડોવાયેલા હતા. પંજાબ રાજ્યનાં ખાલિસ્તાની આતંકવાદ વિરુદ્ધ સંધુએ જીવસટોસટનો જંગ ખેલ્યો હતો. અમુક સમય અગાઉ તરનતારનમાં સંધુની હત્યા કરવામાં આવી હતી. પોલીસ એ બાબતમાં પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી હતી આ બન્નેની ઓળખ સુખબીર સિંઘ તેમજ ગુરજિત સિંઘ તરીકે આપવામાં આવી હતી. આ બન્ને પંજાબ રાજ્યનાં ગુરદાસપુરનાં રહેવાસી છે.

જમ્મુ કશ્મીરનાં પકડાયેલા આતંકવાદીઓ ડ્રગ તેમજ હથિયારોની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા હોવા અંગેનું પેાલીસનું માનવું છે. તેમની ઓળખ અયુબ ખાન, શબ્બીર તેમજ રિયાઝ તરીકે આપવામાં આવી હતી. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ 3 કશ્મીરી પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા ISIનાં માર્ગદર્શન હેઠળ કામ કરતા હતા. એવું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *