ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ(Congress) સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે. પરંતુ ચૂંટણીગાઉં જ ભાજપને ગોધરા(Godhra)માં મોટો ઝટકો લાગ્યો છે.
જો વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના વેગનપુર ગામના 50 ઉપરાંત માજી ગ્રામ પંચાયતના સભ્યો, ચાલુ ગ્રામ પંચાયતના સભ્યો, માજી ન્યાય સમિતિના ચેરમેન, ભાજપ યુવા મોરચાના અને ભાજપના કાર્યકરો જય શ્રી રામ અને જય હનુમાનના નારા સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગોધરા તાલુકાના વેગનપુર ગામના 50 ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી આસિફ હાજી બકકર, આશિષ કામદાર જીલ્લા કચેરી ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી , વિજય પરમાર સહ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી વગેરેનાઓ ગોધરા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે મુજ્જફર સબુરિય સહ સંગઠન મંત્રી, અશરફ આલમ મેહમુદ, જાડી હસન આદમાં તેમજ વી.કે.શર્મા આગેવાનોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ગોધરા તાલુકાના વેગનપુર ગામમાં 126 વિધાનસભા ક્ષેત્રમાં ગ્રામ્ય ક્ષેત્રે વિકાસલક્ષી કામગીરી ન થતી હોવાને કારણે અને ઉપલા લેવલે અમારું કોઈ સાંભળતું ન હોવાના લીધે ભાજપ અને કોંગ્રેસના 50 ઉપરાંત સક્રિય કાર્યકરોએ ઝાડું પકડ્યું હતું. ત્યારે, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી આસિફ હાજી બકકરે જણાવતા કહ્યું હતું કે, ગોધરા તાલુકાના વેગનપુર ગામે 126 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપમાંથી 30થી 35 અને કોંગ્રેસમાંથી 25 જેટલા કાર્યકરો અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.