યુક્રેનમાં 500 ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, નથી ખાવા પિવાના ઠેકાણા- જુઓ દિલધડક વીડિયો

Russia Ukraine News: રશિયાએ યુક્રેન(Russia attack on Ukraine) પર જે યુદ્ધ છેડ્યું છે તેના કારણે યુક્રેનની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારબાદ એક વીડિયો સામે…

Russia Ukraine News: રશિયાએ યુક્રેન(Russia attack on Ukraine) પર જે યુદ્ધ છેડ્યું છે તેના કારણે યુક્રેનની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારબાદ એક વીડિયો સામે આવ્યો. આ વીડિયો યુક્રેનના ખાર્કિવ(Kharkiv)ની એક યુનિવર્સિટીનો છે. અહિયા ભારતીય વિદ્યાર્થીઓએ ભોંયરામાં આશરો લીધો છે અને તેનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.

ખોરાક કે પાણી વગર જ ભોયરામાં બેઠા છે વિદ્યાર્થીઓ:
ભોયરામાં છુપાયેલા વિધાર્થીઓ ત્યાં કેવી હાલતમાં છે તે તો તે જ જાણે. કારણ કે, વિધાર્થીઓ પાસે નથી ખોરાક કે, નથી પીવાનું પાણી કે, નથી કોઈ રૂપિયા અને આવશ્યક ચિજવસ્તુઓનો પુરવઠો પણ પૂર્ણ થઇ ગયો છે. અમે તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં 18 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. જોવામાં આવે તો તેમાં મોટા ભાગના વિધાર્થીઓ છે. હાલમાં સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી:
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો એક વીડિયો મેસેજ સામે આવ્યો છે, જેમાં તે પોતાની પત્ની અને બાળકો વિશે વાત કરતી વખતે લાચાર અને લાગણીશીલ દેખાય છે. ઝેલેન્સકી કહી રહ્યા છે કે હું રશિયાનો પહેલો નિશાન છું અને મારો પરિવાર બીજો છે. ઝેલેન્સકીએ યુક્રેનના અધિકારીઓને ચેતવણી પણ આપી હતી કે રશિયા રાજધાની કિવમાં પ્રવેશ્યું છે. ઝેલેન્સકી કહે છે કે તે અને તેનો પરિવાર દેશદ્રોહી નથી અને યુક્રેનથી ભાગી જશે નહીં.

યુક્રેનમાં એક જ દિવસમાં 137 લોકોના મોત:
ઝેલેસ્કીએ પોતાના વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે રશિયન હુમલાના પહેલા દિવસે યુક્રેનના 137 લોકો માર્યા ગયા હતા અને 316 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, ‘મારે દુખ સાથે કહેવું છે કે ગુરુવારે અમે અમારા 137 સૈનિકો ગુમાવ્યા, જેમાંથી 10 અધિકારીઓ હતા. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. અમારા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નથી. મૃત્યુ પામેલા તમામ સૈનિકોને યુક્રેનના હીરોનું બિરુદ આપવામાં આવશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને અમે અમારી યાદોમાં રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *