UP Grandson marries grandmother in: પ્રેમ, ગમે ત્યારે અને ગમે તેની સાથે થઈ શકે છે. તેમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. પરંતુ શું થશે જ્યારે કોઈ દાદીની ઉંમરની સ્ત્રી પોતાના પૌત્રના ઉંમરના છોકરા સાથે પ્રેમ થઈ જાય? સાંભળવામાં અટપટુ જરૂર લાગશે પરંતુ આવું (UP Grandson marries grandmother in) હકીકતમાં જોવા મળ્યું છે, ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં. જ્યાં ચાર બાળકોની 52 વર્ષીય માતાને પ્રેમ તો થયો, પરંતુ 25 વર્ષના યુવક સાથે, જે સંબંધમાં તેનો પૌત્ર હતો. મહિલા પતિ અને બાળકોને છોડી પ્રેમી પૌત્ર સાથે ભાગી ગઈ. પછી બંને લગ્ન કરી લીધા.
મહિલાના આ ત્રીજા લગ્ન છે. જાણકારી અનુસાર દસ દિવસ પહેલા બસખારી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુર બેલવરિયા દલિત વસ્તીમાં રહેતી ચાર બાળકોની માતાએ પોતાના જ ગામમાં સંબંધી પૌત્ર સાથે ફરાર થઈ ગઈ હતી. બંને ગોવિંદ સાહેબ મંદિરમાં લગ્ન કરી લીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 52 વર્ષે ઇન્દ્રાવત્તીના લગ્ન 20 વર્ષ પહેલા પ્રતાપપુરમાં રહેતા ચંદ્રશેખર આઝાદ સાથે થયા હતા. ત્યારબાદ તેને એક છોકરી અને બે છોકરા પણ થયા હતા.
મહિલાના ચંદ્રશેખર આઝાદ સાથે આ બીજા લગ્ન હતા. આના પહેલા થયેલા લગ્નમાં ઇન્દિરાવતીની એક છોકરી પણ હતી, જેના લગ્ન પણ ચંદ્રશેખરે બે વર્ષ પહેલા કરાવ્યા હતા. આ બાજુ ઘણા વર્ષોથી ઇન્દ્રવતીનો ચંદ્રશેખર આઝાદ સાથે મોહ ભંગ થઈ ગયો હતો. પછી તેને ગામમાં જ રહેતા 25 વર્ષના આઝાદ સાથે પ્રેમ થઈ ગયો. છોકરો સંબંધમાં તેનો પૌત્ર થતો હતો.
બંને વચ્ચે દાદી પૌત્રનો સંબંધ
ગામના લોકોનું માનીએ તો એક જ ગામમાં અને એક જ જાતિના હોવાને લીધે બંનેમાં દાદી અને પૌત્ર જેવો સંબંધ છે. બંનેના પ્રેમ પ્રસંગનો મામલો બે દિવસ પહેલા જ પોલીસ ચોકી એ પહોંચ્યો હતો, પરંતુ ગયા રવિવારના રોજ પરિવાર અને સમાજનો ડર રાખ્યા વગર બંને ગોવિંદ સાહેબ મંદિરમાં પહોંચી લગ્ન કરી લીધા. તેમજ લગ્નના સમાચાર સાંભળ્યા બાદ બંને પરિવારને તેમજ દલિત વસ્તીના લોકોએ બંનેને નાત બહાર કરવાનો નિર્ણય લીધો છે.
પતિ અને બાળકોને મારવાનું કાવતરું ઘડી રહી હતી
મહિલા ઇન્દ્રાવતીના પતિ ચંદ્રશેખર આઝાદનો આરોપ છે કે તે રોજેરોટી માટે બીજા શહેરમાં રહેતો હતો. આ દરમિયાન તેના પત્નીના સંબંધ ઘરની બાજુમાં જ રહેતા આઝાદ સાથે થયા હતા અને જ્યારે તે ઘરે પાછો કર્યો તો તેને તેની પત્નીના આ લફરા વિશે ખબર પડી ગઈ હતી. ચંદ્રશેખર નું કહેવું છે કે મારી પત્ની અને તેનો પ્રેમી મળીને અમને લોકોને મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા. અને ત્રણ બાળકોને જાહેર આપી મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા. પરંતુ મને તેની ખબર પડી ગઈ હતી અને અમારો જીવ બચી ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App