અવારનવાર આપણને આશ્વર્યમાં મુઈ દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ અચંબિત થઈ જઈએ એવી ઘટના સામે આવી છે. 67 વર્ષીય વ્યક્તિને થતી વધુ પડતી વાછૂટની ફરિયાદને લઈ તેઓ ડૉક્ટર પાસે ગઈ હતી. દર્દીની ફરિયાદ સાંભળીને તપાસ કરતા જાણ થઈ કે, તેમના મળાશયમાં 59 ફૂટ લાંબુ કરમિયું હતું.
ઓપરેશન કર્યાં બાદ તેમના મળાશયમાંથી આટલું મોટું કરમિયું કાઢવામાં સફળતા પણ મળી હતી. આની સાથે જ ખુબ આશ્ચર્ય પણ થયું હતું. આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેઓને દુ:ખાવો થતા સામાન્ય દવા લઇ લેતા હતા પરંતુ સ્તિથી લથડતા હોસ્પિટલ જવું પડ્યું હતું.
50 વર્ષમાં સૌપ્રથમ વાર જોવા મળ્યો આવો કેસ :
આટલા લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલવામાં આવતા તેમાં કુલ 28 ઈંડાં હોવાનું જાણવા મળ્યું હતું. 20 માર્ચનાં રોજ દર્દીની ટ્રીટમેન્ટ થયા પછી તેઓની હાલત હાલમાં ખુબ સ્થિર છે. આ કેસને જોઇ ડૉક્ટર જણાવે છે કે, સમગ્ર દેશની મેડિકલ હિસ્ટરીમાં છેલ્લા 50 વર્ષમાં સૌપ્રથમવખત આટલું મોટું કરમિયું જોયું નથી.
આ કૃમિ માનવીના શરીરમાં 30 વર્ષથી વધુ જીવિત રહી શકે છે. જો કે, હાલના સમયમાં કેટલીક દવાઓ શોધાઈ ગઈ છે જેથી આટલું લાંબુ આયુષ્ય શક્ય નથી. ડૉક્ટર દ્વારા દર્દીનાં પરિવારને પણ મેડિકલ ટેસ્ટ કરાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.
આની સાથે જ દર્દીને કાચું મીટ ખાવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી. પેટમાં કૃમિ થવા પાછળ સૌથી મોટું કારણ છે. દર્દીને ભોજન સુધારવાની પણ સલાહ આપવામાં આવી હતી. જ્યારે માનવી કાચું અથવા તો અડધું રાંધેલું બીફ ખાય ત્યારે તેઓનાં પેટમાં કૃમિ પેદા થાય છે. જેને કારણે ઇન્ફેક્શનમાં વધારો થાય છે. આ ઘટના થાઈલેન્ડમાં આવેલ નોંગ ખાઈ પ્રોવિન્સમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.