Madhya Pradesh 6 death in accident: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં સોમવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકો મૃત્યુ પામી ગયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર (Madhya Pradesh 6 death in accident) જતી વખતે ગાડી નંબર KA 49 M 5054 એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસમાં ઘૂસી ગઇ હતી. જેના પગલે ધડાકાભેર ટક્કર થતાં મોટી જાનહાનિ થઇ હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
બસ અને કાર વચ્ચેની આ ટક્કરમાં ઘટનાસ્થળે જ 6 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. બંને સિહોરા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. મૃતકોના પરિજનોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 4 લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી જે નીચે મુજબ છે. અન્ય બેના નામ હજુ જાહેર કરાયા નથી. જ્યારે અન્ય બે ઘાયલોની ઓળખ સદાશિવ અને મુસ્તાક તરીકે થઇ છે. મુસ્તાક ગાડીનો ડ્રાઈવર હોવાની જાણકારી મળી રહી છે.
વિરુપક્સિ ગુમતી
બસ્વરાજ કુરતિ
બાલાચંદ્ર
રાજુ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App