ભીષણ રોડ અકસ્માત: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલી દુર્ઘટનામાં 6 સફાઈ કર્મચારીઓના મોત

Nuh Delhi Mumbai express way accident: નુંહ જિલ્લામાં શનિવારની સવારે દુઃખદાયક રોડ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેપર ઈબ્રાહીમવાસ ગામ નજીક ઝડપે જતા પીકઅપ વાહને સફાઈ કરી રહેલા કર્મચારીઓને ટક્કર (Nuh Delhi Mumbai express way accident) મારી દીધી હતી. આ ભીષણ દુર્ઘટનામાં 6 સફાઈ કર્મચારીઓના ઘટના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 5 કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટના સવારે લગભગ 10:00 વાગ્યે થઈ હતી, જ્યારે લગભગ 10 જેટલા સફાઈ કર્મચારીઓ એક્સપ્રેસ વે પર સફાઈ કામગીરી કરી રહ્યા હતા. અચાનક પુરપાટ ઝડપે આવી રહેલ પીકઅપ વાનએ આ કર્મચારીઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે 6 કર્મચારીઓના મોત ઘટના સ્થળે જ થયા હતા. તેમજ ઘાયલ થયેલા 5 કર્મચારીઓને તરત જ નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

દુર્ઘટના બાદ ઘટના સ્થળ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યુ હતુ. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને ઘાયલોની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોત જોતામાં રસ્તા પર ભારે ભીડ જમા થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સાથે પહોંચ્યો હતો.

આ ઘટના એટલે ભયંકર હતી કે તેના સમાચારો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા. લોકો આ દુર્ઘટના પર ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને મૃતકો પ્રત્યે પોતાની સંવેદનાઓ પ્રગટ કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ હજી સુધી થઈ નથી. દુર્ઘટના થવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે અને પીકપચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને અન્ય લોકોની મદદથી દુર્ઘટનાની બધી કડીઓ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.