દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પૂર્વોત્તરના બે રાજ્યો આસામ અને મિઝોરમ ની વચ્ચેનો સરહદી વિવાદ ક્ષત્રિય બની ગયો છે. સરહદ પર થયેલી ગોળીબારમાં આસામ પોલીસના 6 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ત્યારે આ સમગ્ર વિવાદ પર આસામના મુખ્ય મંત્રી હેમંત બિશ્વ શર્માએ ટ્વીટ કરીને જણાવ્યું કે મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આસામ-મિઝોરમ બોર્ડર પર અમારા રાજ્યના બંધારણીય બોર્ડરની રક્ષા કરતી વખતે આસામના છ પોલીસ જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા જવાનોના પરિવારો સાથે મારી સંવેદના.
આ ઉપરાંત આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કછાર પોલીસ અધિક્ષક નિંબાલકર વૈભવ ચંદ્રકાંત સહિત ઓછામાં ઓછા પોલીસકર્મીઓ પથ્થરમારો અને ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમજ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દા પર ટ્વિટ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષપ કરવાની માંગ કરી છે. આ સમગ્ર વિવાદ નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યા છે.
મિઝોરમ ના મુખ્યમંત્રી ઝોરમથાંગા એ આ મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપ માંગ કરતા ટ્વીટ કરીને કહ્યું કે, આ વિવાદ તાત્કાલિક ધોરણે અટકાવવું જોઇએ. આ ઉપરાંત તેમને કહ્યું કે ચાહરના રસ્તે મિઝોરમ આવતા નિર્દોષ દંપતી પર ગુંડાઓ એ હુમલો કર્યો અને ગણપતિ ના ગાડીમાં તોડફોડ કરી છે. ઝોરામથાંગા એમ પણ કહ્યું કે આ પ્રકારની હિંસક ઘટનાઓને તમે કઈ રીતે ન્યાયયોગય ઠેરવશો.
ત્યારે ઝોરમથાંગના ટ્વીટ પર આસામના મુખ્યમંત્રીએ જવાબ આપ્યો અને આસામ પોલીસ પર સવાલ ઉઠાવવો હોય છે. તેમજ તેમને લાગ્યું કે પ્રિય હિમંતમાજી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તરફથી મુખ્યમંત્રીઓની શાંતિપૂર્ણ બેઠક બાદ આચાર્ય જનક ગૃહપતિ આસામ પોલીસની 2 કંપનીઓએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યા હતા. આટલું જ નહીં આસામ પોલીસે નાગરિકો પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઉપરાંત મિઝોરમ સરહદમાં CRPF જવાનો અને જેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ બન્ને રાજ્યનાં વિવાદને શાંત પાડવા માટે વર્ષ 1995 બાદથી ઘણી વાર્તાઓ કરી પરંતુ કોઈ પણ ફાયદો થયો નથી. મિઝોરમના ત્રણ જિલ્લાઓ મમિત, કોલાસીબ અને આઇઝોલ અને આસામના ત્રણ જિલ્લાઓ હૈલાકાન્ડી, કછાર અને કરીમગજ એકબીજા સાથે જોડાયેલા છે. તેમજ રાજ્યના જિલ્લાઓ એકબીજા સાથે અંદાજિત 164.6 કિલોમીટર ની લાંબી સરહદ થી જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.