પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ કરનાર અને હીરાનો ભાગેડુ વેપારી એવો મેહુલ ચોક્સી ગાયબ થયો છે. મેહુલ ચોક્સી બારબુડા અને એન્ટીગામાં લાપતા થયો છે હાલમાં પોલીસ દ્વારા મેહુલ ચોક્સીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર એટલી રૉડનેના કહેવા અનુસાર પોલીસ જેના લાપતા હોવાની અફવા ગણાવી રહી છે. ત્યારે હાલમાં પોલીસ ભાગેડુ મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે. 2018માં ભારતમાંથી લાપતા થયા બાદ ચોક્સી કેરેબિયન દેશ એવા એન્ટીગા અને બારબુડામાં રહેતો હતો.
એન્ટીગાની પોલીસે ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ દાખલ કર્યો છે. છેલ્લે તે 23 મે ના રોજ રવિવારે સાંજે 5:15 કલાકે પોતાના ઘરેથી કારમાં નીકળતો જોવા મળ્યો હતો. એન્ટીગાના જોનસન પોઈન્ટ પોલીસ સ્ટેશન દ્વારા આ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જનતાને કહ્યું છે કે જો તમારી પાસે ભાગેડુ મેહુલ ચોક્સી અંગે કોઈ માહિતી હોય તો જાણ કરવા કહ્યું છે.
Fugitive diamantaire Mehul Choksi has gone missing. His family members are worried & anxious, and they had called me to discuss. Antigua Police is investigating: Choksi’s lawyer, advocate Vijay Aggarwal to ANI
(File photo) pic.twitter.com/TKEnGCBqt0
— ANI (@ANI) May 24, 2021
મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે દાવો કરતા કહ્યું છે કે, ભાગેડૂ વેપારી મેહુલ ચોકસી લાપતા થઈ ગયો છે. ત્યાર બાદ એંટીગુઆ પોલીસે આ ભાગેડુ કૌભાંડીને પકડવા માટે હાલમાં શોધખોળ શરૂ કરી દીધી છે. મંગળવારના રોજ એંટીગુઆના સ્થાનિક રિપોર્ટમાં ચોકસી લાપતા થયો હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. એંટીગુઆના સ્થાનિક રિપોર્ટના કહ્યું અનુસાર, ચોકસી સોમવારના રોજ દ્વિપના દક્ષિણી ભાગમાં એક ખ્યાતનામ હોટેલ રેસ્ટોરંટમાં ડિનર કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ એ ક્યાય દેખાણો ન હતો.
ભાગેડુ મેહુલ ચોક્સી અને નિરવ મોદી પંજાબ નેશનલ બેંકમાં(PNB)થી 13,500 કરોડ રૂપિયાની હેરાફેરીના કેસના આરોપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.